Sunday, 08/09/2024
Dark Mode

દે.બારીયાના આંકલી તેમજ ખાંડણીયા ગામનો સ્ટેટ હાઇવે ખખડધજ હાલતમાં:ઇજારદાર દ્વારા પૂર્ણ કરવામાં ના આવતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો

  મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢ બારિયા તાલુકાના આંકલી તેમજ ખાંડણીયા ગામનો સ્ટેટ હાઇવે રસ્તાની કામગીરી ઇજારદાર દ્વારા પૂર્ણ કરવામાં ના આવતા વાહન ચાલકોને પડતી પારાવાર મુશ્કેલીના

નિવારણ માટે વહેલી તકે રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ,આંકલી તેમજ ખાંડણીયા ગામનો રસ્તો ખખડધજ હાલતમાં,નવીન બની રહેલા રસ્તામાં આ બે ગામનો રસ્તો ઇજારદાર દ્વારા કેમ છોડી દેવામાં આવ્યો જેવા અનેક વેધક સવાલ.શું તંત્ર આ બાબતે અજાણ કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે.રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ.

દે.બારીયા તા.13

દેવગઢબારિયા તાલુકાના આંકલી,ખાંડણીયા ગામનો સ્ટેટ હાઇવે રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં નહીં આવતા વાહન ચાલકોને પડતી અગવડતા તંત્ર દ્વારા વહેલી તકે રસ્તો પૂર્ણ કરવામાં આવે તેવી માંગ.ઉઠવા પામી છે.

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકા થી છોટાઉદેપુર તરફ જતો સ્ટેટ હાઇવે રસ્તો છેલ્લા કેટલાય સમયથી ભારે વાહનોના અવર જવરના કારણે જાણે ગાડાનો ચીલો બની ગયો હોઈ તેમ આ રસ્તા ઉપર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને અવર જવર કરવીએ જાણે એક કોયડા સમાન બનવા પામ્યું હતું. ત્યારે આ રસ્તાની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી અનેક રજૂઆતો થતાં આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે નવીન રસ્તો બનાવવાની શરૂઆત થતાં વાહન ચાલકોમાં એક ખુશીની લહેર જોવા મળી હતી કે નવીન રસ્તો બનતા અવર-જવરમાં સરળતા રહેશે વાહનોમાં કરવામાં આવતા મરામત ખર્ચા ઓછા થશે તેવું દેખાઈ રહ્યું હતું. પરંતુ જવાબદાર વહીવટીતંત્ર દ્વારા રસ્તાની કામગીરી જે ઇજારદારને આપવામાં આવી હતી તેને નવીન રસ્તાનો અમુક ભાગ છોડી દઈ કામગીરી પૂર્ણ કરવાનું સંતોષ માન્યો હતો. જેતે વખતે આંકલી અને ખાંડણીયા ગામમાંથી પસાર થતો આ સ્ટેટ હાઇવે રસ્તો જેમાં પહેલેથી મસમોટા ખાડા પડી ગયા હતા તે રસ્તો આજે પણ ખખડધજ હાલતમાં જ છોડી દેવામાં આવ્યો છે. અને તે રસ્તાની કામગીરી હાથ ધરવામાં ન આવતા વાહન ચાલકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. આ મસમોટા ખાડા વાળા રસ્તામાં વરસાદી પાણી ભરાશે તો વાહનચાલકોને અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. શું જવાબદાર વહીવટીતંત્ર અને ઇજારદાર દ્વારા આ બાકી રહી ગયેલ આંક્લી અને ખાંડણીયા ગામના સ્ટેટ હાઇવેના રસ્તાની કામગીરી વહેલી તકે પૂર્ણ કરાવામાં આવશે કે પછી આ રસ્તા ઉપરથી જ વાહન ચાલકોને ચોમાસામાં પણ અવરજવર કરવી પડશે તે આવનાર સમય જ બતાવશે ?

 

error: Content is protected !!