Sunday, 08/09/2024
Dark Mode

ફતેપુરામાં કોરોના પોઝીટીવ કેસના પગલે હોળી ચકલા વિસ્તાર બંધ કરાયો:ગ્રામ પંચાયત દ્વારા પતરા મારી રસ્તો બંધ કરી સેનેટરાઈઝર કરાયું

ફતેપુરામાં કોરોના પોઝીટીવ કેસના પગલે હોળી ચકલા વિસ્તાર બંધ કરાયો:ગ્રામ પંચાયત દ્વારા પતરા મારી રસ્તો બંધ કરી સેનેટરાઈઝર કરાયું

  હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા માં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા હોળી ચકલા વિસ્તાર બંધ કરાયો.ગ્રામ પંચાયત દ્વારા પતરા મારી રસ્તો બંધ કરી સેનેટરાઈઝર કરાયું.બલૈયા માં આરોગ્ય વિભાગના કર્મચારીઓને પણ કોરોનટાઈન કરાયો.

પ્રતિનિધિ દ્વારા સુખસર.

ફતેપુરા નગરમાં મેન બજાર વિસ્તારના કાપડના વેપારીને વડોદરા સારવાર દરમિયાન પોઝિટિવ રિપોર્ટ આવતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી હોળી ચકલા વિસ્તારને બંને બાજુથી બંધ કરી દેવાયો હતો.અને ગ્રામ પંચાયત દ્વારા દવા છટકાવની કામગીરી કરવામાં આવી હતી.

બલૈયા માં આરોગ્ય વિભાગના કર્મચારી સહિત ચાર ને કોરોન ટાઇન કરવામાં  આવ્યા હતા. ફતેપુરા તાલુકામાં કોરોના પોઝિટિવ ના રિપોર્ટ આવતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે ફતેપુરા નગરમાં મેન બજાર ના કાપડ ના વેપારીને વડોદરા સારવાર દરમિયાન પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોવાની માહિતી મળતા ચકચાર મચી જવા પામી હતી હોળી ચકલા વિસ્તારના બંને બાજુથી રસ્તાઓ અને પતરા મારી બંધ કરી દેવાની ફરજ પડી હતી તેમજ ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવની કામગીરી કરવામાં આવી હતી.ભલે આમાં પણ કોરોના પોઝિટિવ રિપોર્ટના પગલે ત્રણ પરિવારજનોને કોરોનટાઇન કરાયા હતા તેમજ આરોગ્ય વિભાગના મેલેરિયા વિભાગના કર્મચારીપણ કોરોના પોઝિટિવ માં સંક્રમિત હોવાથી કોરોનટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બલૈયા ગ્રામ પંચાયત દ્વારા દવા છંટકાવ અને સેનેટ રાઇઝિંગની કામગીરી કરવામાં આવે તેવી માંગ ગ્રામજનોમાં થઈ હતી.

error: Content is protected !!