Friday, 06/12/2024
Dark Mode

સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઝાલોદ નગરપાલિકાનો ચાર્જ સોંપાયો

સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઝાલોદ નગરપાલિકાનો ચાર્જ સોંપાયો

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.19

સંતરામપુર નગરપાલિકાના ચીફ ઓફિસરને ઝાલોદ નગરપાલિકા ના ચાર્જ સોંપાયો સંતરામપુર નગરમાં છેલ્લા એક વર્ષ દરમિયાન માં નગરપાલિકામાં ચીફ ઓફિસર બે થી ત્રણ નગરપાલિકાનો ચાર્જ સંભાળતા હોય છે આના કારણે સંતરામપુર નગરપાલિકા માં ચીફ ઓફિસર પૂરતો સમય આપી શકતા નથી સંતરામપુર નગરપાલિકા માં ફરજ બજાવી રહેલા દિલીપસિંહ હઠીલા સંતરામપુર અને દાહોદ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હતો પરંતુ દાહોદ જિલ્લામાં નવા ચીફ ઓફિસરની નિમણૂક કરતાં જ સંતરામપુરના ચીફ ઓફિસરે દાહોદ જિલ્લાનો ચાર્જ છોડ્યો હતો પણ થોડાક સમયમાં ફરી ઝાલોદ નગરપાલિકા નો ચાર્જ સોંપવામાં આવેલો છે આ રીતે બંને બાજુ ચાર્જ સંભાળતા સંતરામપુર નગરપાલિકા માં કામગીરી પૂર્ણ કરવામાં મુશ્કેલી ઉભી થતી હોય છે. મહીસાગર અને દાહોદ જિલ્લો બંને અલગ હોવા છતાંય મહિસાગર જિલ્લાના ચીફ ઓફિસરને દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં નગરપાલિકાના ચાર્જ સોપવામાં આવેલ હતું.

error: Content is protected !!