Sunday, 08/09/2024
Dark Mode

સુખસર વિભાગ કેળવણી મંડળમાં પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય દીતાભાઇ મછારની નિમણૂક કરાઈ

સુખસર વિભાગ કેળવણી મંડળમાં પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય દીતાભાઇ મછારની નિમણૂક કરાઈ

હિતેશ કલાલ @ સુખસર 

સુખસર વિભાગ કેળવણી મંડળમાં પ્રમુખ તરીકે માજી ધારાસભ્ય દીતાભાઇ મછારની નિમણૂક કરાઈ.

 સુખસર તા.08

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે વર્ષ ૧૯૬૧થી સુખસર વિભાગ કેળવણી મંડળ સુખસર કાર્યરત છે. છેલ્લા કેટલાક સમયથી પ્રમુખ તરીકે  સેવા બજાવતા છોટાલાલ પંચાલનું કુદરતી રીતે મરણ થતાં તે જગ્યા ઉપર નવનિયુક્તિ કરવા  મંડળના ટ્રસ્ટીઓ દ્વારા આજરોજ નૂતન વિદ્યાલય સુખસર ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મંડળના ટ્રસ્ટીઓ દ્વારા સર્વ સંમતિથી કમિટીની રચના કરાઈ હતી.

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ સુખસર વિભાગ કેળવણી મંડળ ખાતે  પ્રમુખ તરીકે છોટાલાલ દામોદરદાસ પંચાલ સેવા બજાવી રહ્યા હતા.જેઓનુ કુદરતી રીતે મરણ થતાં આ મંડળમાં પ્રમુખની જગ્યા ખાલી પડી હતી.જેના લીધે આજરોજ નુતન વિધાલય સુખસર ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ટ્રસ્ટી મંડળ સહિત ગામ આગેવાનો હાજર રહ્યા હતા.જેમાં ખાલી પડેલી પ્રમુખની જગ્યા ઉપર સર્વ સંમતિથી માજી ધારાસભ્ય દિતાભાઇ ભીમાભાઇ મછારની ટ્રસ્ટી મંડળ દ્વારા બિન હરીફ નવનિયુક્ત કરવામાં આવ્યા હતા.જેને લઇને ટ્રસ્ટી મંડળ દ્વારા ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ આ મંડળ દ્વારા સંચાલિત શ્રી નુતન વિધાલય સુખસર ખાતે ફરજ બજાવતા આચાર્ય પટેલ વયનિવૃત થતાં આચાર્યની જગ્યા ખાલી પડેલી હતી. તેમાં કાર્યકારી આચાર્ય તરીકે કિરીટસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી.

બોક્સ

સુખસર વિભાગ કેળવણી મંડળ સુખસર ખાતે પ્રમુખ તરીકે દિતાભાઈ મછારની નિમણૂક કરવામાં આવી છે.જ્યારે ઉપ-પ્રમુખ તરીકે ધીરાભાઈ ગવલાભાઈ ભાભોર,મંત્રી તરીકે હીરાભાઈ જાલાભાઇ કટારા, સહમંત્રી તરીકે પ્રવીણભાઈ ચંદુભાઈ પંચાલ જ્યારે ખજાનચી તરીકે ગોબરભાઇ કચરાભાઈ માળીની વરણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. તેમજ ટૂંક સમયમાં ૪૨ ગામડાઓના આગેવાનો દ્વારા સાધારણ સભા નું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!