Thursday, 26/12/2024
Dark Mode

દે.બારીયામાં લોકડાઉન 0.4 માં છૂટછાટ મળતા નગરમાં હાટ બજાર ભરાયું હોઈ તેમ લોકો સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા

દે.બારીયામાં લોકડાઉન 0.4 માં છૂટછાટ મળતા નગરમાં હાટ બજાર ભરાયું હોઈ તેમ લોકો સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં લોકડાઉન 0.4 માં છૂટછાટ આપતા જાણે હાટ બજાર ભરાયું હોઈ તેમ લોકો સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભુલ્યા, સ્થાનિક તંત્રને જાણે જવાબદારીમાંથી મુક્તિ મળી હોઈ તેમ,લોકો નગરમાં ઉમટી પડ્યા લોકો સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું ભૂલ્યા કેટલાક લોકો જાણે લટાર મારવા નીકળ્યા હોય તેમ,બજારમાં લોકો આવી રીતે ફરસે તો સંક્રમણ ફેલાવાની દહેશત

દે.બારીયા તા.19

કોરોના વાઇરસને લઇ મહામારી ઊભી થતાં દેશ સહિત રાજ્યોમાં લોકડાઉન જાહેર કરી દેતા છેલ્લા ત્રણ ભાગના લોકડાઉનમાં કુલ ૫૪ દિવસ પછી સરકાર દ્વારા લોકડાઉન 0.4 માં ઓડ ઈવન નંબર પ્રમાણે છૂટછાટ આપવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આ છૂટછાટને લઇ લોકોમાં જાણે ઘરની બહાર નીકળવા માટે કોરોના વાઇરસના સંક્રમણને ભૂલી જઈ ઘરની બહાર આવી ગયા હતા. જેમાં કેટલાક દુકાનદારો વહેલી સવારના સાફ સફાઈ હાથ ઘરી હતી. ત્યારે કેટલાક લોકો વહેલી સવાર થી પાન,બીડી,ગુટખાની દુકાનો આગળ પાછળ ફરતા જોવા મળ્યા હતા. ત્યારે આ લોકડાઉન 0.4 ની છૂટછાટમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ખરીદી અર્થે નગરમાં આવ્યા હોવાનું જોવાઈ રહ્યુ હતુ. ત્યારે આ છૂટછાટમાં લોકો ઘરની બહાર નીકળવાની ઉતાવળમાં કોરોના વાઇરસના સંક્રમણને ભૂલી સોશ્યલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાનું પણ ભૂલ્યા હતા. ત્યારે નગરમાં જોતા જાણે હાટ બજાર ભરાયું હોઈ તેમ જોવાય રહ્યું હતું. ત્યારે આ બે જવાબદાર લોકોના લીધે કયાંક કોરોના વાઇરસનું સંક્રમણ ફેલાઇ તો કયાંક અનેક લોકોની જિંદગી હોમાઈ તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિક તંત્ર પણ આ ૫૪ દિવસના લોકડાઉનમાંથી છુટકારો મળ્યો હોઈ તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે કેટલાય વાહન ચાલકો જાહેરનામાનો ભંગ કરતા પોલીસ ના હાથે ઝડપાઇ જતાં અનેક વાહન ચાલકોને દંડ ફટકાર્યો હતો.

error: Content is protected !!