Friday, 24/01/2025
Dark Mode

દેવગઢબારિયામાં દુકાન બંધ કરવા બાબત પોલીસની કામગીરીમાં અવરોધ ઉભુ કરનાર હજી પણ પોલીસ પકડથી દૂર

દેવગઢબારિયામાં દુકાન બંધ કરવા બાબત પોલીસની કામગીરીમાં અવરોધ ઉભુ કરનાર હજી પણ પોલીસ પકડથી દૂર

મઝહર અલી મકરાણી @ દે.બારીયા  

દેવગઢબારિયામાં દુકાન બંધ કરવા બાબત પોલીસની કામગીરીમાં અવરોધ ઉભુ કરનાર હજી પણ પોલીસ પકડથી દૂર,પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરતા દુકાન માલિક સહિત અન્ય ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. દુકાન માલિક સહિત તેના બે પુત્રો પોલીસની પકડથી દૂર. પોલીસની નબળી કામગીરી હોવાની પોલ બહાર આવી.

દે.બારીયા તા.14

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરનાર સામે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે ત્રણ આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર રહેતા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં ગત તારીખ 11.5.2019 ના રોજ લોકડાઉન તેમજ કલેક્ટરશ્રીના જાહેરનામાંને લઈ પોલીસ દ્વારા બિન આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સમય પહેલાં ખુલતા તેને પેટ્રોલીંગ દરમ્યાન બંધ કરાવી હતી. જેમાં ટાવર શેરી વિસ્તારમાં એકે કનૈયા જ્વેલર્સ મકાન અને દુકાન એક હોવાથી તેનો મુખ્ય દરવાજો ખુલ્લો હોવાથી ફરજ ઉપરની પોલીસ દ્વારા આ દુકાન બંધ કરાવવા જણાવ્યું હતું. અને પોલીસ ત્યાંથી સર્કલ બજારમાં પોલીસ પોઇન્ટ ઉપર જઈને ઊભા હતા. ત્યારે આ જવેલર્સના માલિક પરેશ કનૈયાલાલ સોની તેમજ તેના બે પુત્ર સહિત અન્ય એક વેપારીએ આ પોલીસ કર્મીને ભર બજારમાં જઇ પોલીસને કહેલ કે તમે અમારી દુકાન કેમ બંધ કરાવવા આવેલ ? તેમ કહી અપશબ્દો બોલતા પોલીસને દુકાન માલિક તેમજ તેના બે પુત્ર સહિત અન્ય એક વેપારી સામે સરકારી કામમાં અડચણ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબનો ગુન્હો નોધાયો હતો. ત્યારે પોલીસે અન્ય એક વેપારી આશિષ ગાંધીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. ત્યારે આ સિવાય કનૈયા જવેલર્સના માલિક તેમજ તેના બે પુત્ર લોકડાઉન હોવા છતાં પણ કયાંક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. અને હજી પણ પોલીસ પકડ થી આ આરોપીઓ દૂર છે. ત્યારે પોલીસ જ ફરિયાદી બની હોઈ અને તેના આરોપીઓ જ ના પકડાતા હોઈ ? તો પછી આમ જનતા નું શું ? તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે આ બનાવ થી એવું લાગે છે કે આવા ગેરવર્તણૂક કરનાર વેપારીઓ સાથે રાજકીય દબાવ થી ઉચ્ચ અધિકારીઓ ની છત્ર છાયા હોવાથી નાના પોલીસ કર્મીઓનો ભોગ લેવાય છે.ત્યારે આ વેપારીઓની અટકાયત કરી પગલા લેવામાં આવશે કે પછી પોલીસ અધિકારીઓ દ્વારા આ કેસમાં ભીનું સંકેલાઇ જશે તે તો આવનાર સમય જ બતાવશે તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!