દાહોદ શહેરના ગોદી રોડ ખાતે એક પરણિત યુવતીના ઘરેથી બંન્ને ઝડપાયા, દાહોદ જિલ્લા ભાજપના યુવા મોરચાના મહામંત્રી ઈલુ ઈલુ કરતાં રંગેહાથે ઝડપાયા,ભાજપના રાજકીય આલમમાં શરમિંદગી સહિત ખળભળાટ મચી જવા પામ્યો
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી બાદલ અશોકકુમાર પંચાલ શહેરના ગોદી રોડ ખાતે રહેતી એક વ્હોરા સમાજની પરણિત યુવતી સાથે રંગરલીયા મનાવતો હતો.તે સમયે જેસાવાડા મુકામેથી દુકાનેથી યુવતીનો પતિ આવી જતાં સમગ્ર આ સમગ્ર મામલા પરથી પડદો ઉચકાઈ જતાં પતિ દ્વારા ઘરના દરવાજાને બહારથી જ તાળુ મારી દીધુ હતુ.અને બાદમાં આ બાબતની જાણ ઘરની અંદર રહેલી યુવતી અને બાદલ પંચાલને થતાં તેને બહાર ઉભેલી યુવતીના પતિને દરવાજા ખોલવાનું કહી, નહીં ખોલે તો પોતાના રાજકીય હોદ્દાની અને વગ તરફી ધમકી આપી અને યુવતીના પતિને મારી નાંખવાની ધમકી આપતા પતિ દ્વારા પોતાના સ્વજનો તેમજ પોલીસને બોલાવી તાળુ ખોલતા બાદલ પંચાલ અને પરણિત યુવતી બહાર આવ્યા હતા. સ્થળ પર ભારે ગરમાગરમીનો માહૌલ પણ સર્જાયો હતો. આ બાબતની જાણ શહેરના ભાજપના રાજકારણીઓ સહિત ભાજપના કાર્યકરોમાં થતાં તેઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. પરંતુ પરણિત યુવતીના પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાની જીદ પકડતા આ સંબંધે પતિ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે બાદલ પંચાલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા રાજકીય આલમ સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
પોલીસ મથકે શહેરના ભાજપના રાજકીય અગ્રણીઓ સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.અને બાદલ પંચાલને છોડવવા રાજકીય પક્ષો તરફથી ધમપછાડા થતાં હોવાનું પણ દેખાઈ રહ્યું હતુ.
દાહોદ જિલ્લાના યુવા મોરચાના મહામંત્રી કહેવાતા એવા બાદલ અશોકકુમાર પંચાલના આજના કિસ્સાથી દાહોદના રાજકીય આલમ સહિત જિલ્લાવાસીઓમાં અનેક ચર્ચા સહિત લોકો અંચબામાં મુકાઈ ગયા છે. ભાજપને લાંછન લગાડતો આજનો કિસ્સો ટોક ઓફ ધી ટાઉન રહેવા પામ્યો છે. લોક સેવક જ જો પ્રજા તરફ ખરાબ નજરોથી જોશે તો બિચારી લાચાર પ્રજાની પડખે કોણ ઉભુ રહેશે? જેવા અનેક સવાલો અને ચર્ચાઓએ દાહોદ જિલ્લાવાસીઓમાં મન કરી બેઠુ છે.
આજે વહેલી સવારના ૮ વાગ્યાના આસપાસ શહેરના ગોડી રોડ વિસ્તાર ખાતે કાવસજી બંગલા પાસે બી.એમ.એસ.ટાવરના ત્રીજા માળે ફ્લેટ નંબર ૩૦૧માં રહેતા હુસેનભાઈ મોહસીનભાઈ શરાફ (ઉ.વ.૩૬) દ્વારા આજના આ કિસ્સા સંદર્ભે દાહોદ શહેર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતે તથા પોતાની પત્ની પોતાના ઘરે હતા. અને હાલમાં રમજાન માસ ચાલતો હોઈ અને રમજાન માસની જાગરણ હોઈ હુસેનભાઈએ પોતાની પત્ની તસલીમબેનને કહેલ કે, પોતે આજે જાગરણ છે.એટલે જેસાવાડા દુકાને જવાનો નથી, તેમ કહેતા પત્નીએ હુસેનભાઈ પર દબાણ કરી જેસાવાડા મુકામે વેપાર ધંધા પર જવા મજબુર કર્યા હતા. ભાજપના યુવા મોરચાના મહામંત્રી બાદલ પંચાલ સાથે તસલીમબેન ગયા ચાર – છ માસથી આડા સંબંધી રાખતી હોવાનું પણ પતિ હુસેનને શક હતો. પરંતુ પત્ની દ્વારા દુકાને જવા વધારે દબાણ કરતા મજબુરી વશ હુસેનભાઈને દુકાને જવુ પડ્યું હતુ. હુસેનભાઈ દુકાને જતા પહેલા બિલ્ડીંગના ચોકીદાર રાજુભાઈને કહીને ગયા હતા કે, કોઈ અજાણ્યો માણસ આવે તો પોતેને ફોન કરવાનું પણ ચોકીદારને કહીને ગયા હતા. આ બાદ સવારના સમયે હુસેનભાઈ જેસાવાડા ખાતે પોતાની દુકાને રોજગાર ધંધા માટે ચાલી નીકળ્યા હતા. જેસાવાડા પહોંચ્યા બાદ હુસેનભાઈ પર ચોકીદાર રાજુભાઈનો મોબાઈલ ફોન આવ્યા હતો અને કહેલ કે, એક્સેસ ગાડી લઈને એક માણસ તમારા ઘરે આવ્યો છે. આ સાંભળી હુસેનભાઈએ ચોકીદારને કહ્યું કે, તુ મારા ઘરને બહારથી તાળુ મારી દે અને ચોકીદારે ઘરને બહારથી તાળુ મારી દીધુ હતુ. આ બાદ હુસેનભાઈ દાહોદ પોતાના ઘરે આવવા નીકળી ગયા હતા અને થોડીવારમાં ઘરે આવતા વેંત જોયુ કે, બાદલ પંચાલની ગાડી હોઈ ત્યાર બાદ હુસેનભાઈએ પોતાની પત્ની તસલીમબેનને ફોન કરતા કહ્યું કે, તમે બંન્ને જણા ઘરમાં છો, તેમ કહી હુસેનભાઈ ઘર તરફ જતા હતા. આ વાતનો ખ્યાલ બાદલ પંચાલને થતા તેને ઘરની બહાર ઉભેલા હુસેનભાઈને દરવાજા ખોલી દેવા કહ્યું હતુ કે, હું ભાજપનો કાર્યકર્તા છુ, તુ દરવાજા ખોલી દે, નહીં તો તને હું જેસાવાડા આવતા જતાં રસ્તામાં મરાવી દઈશ, તુ મને ઓળખતો નથી, મારૂ બેકગ્રાઉન્ડ કેટલુ છે, તે તને ખબર નથી, તેમ કહી, હુસેનભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી પરંતુ હુસેનભાઈએ દરવાજા ખોલ્યો ન હતો.અને ત્યાર બાદ હુસેનભાઈ દ્વારા પોતાના સ્વજનોને ફોન કરી બોલાવી લેતા તમામ લોકો ઘરે પહોચી ગયા હતા. આ બાદ હુસેનભાઈ દ્વારા સ્થાનીક કાઉન્સીલર લખનભાઈ રાજગોર, જેસાવાડાના સરપંચ સંદીપસિંહ રાઠોડ વિગેરેને પણ ફોન કરી બોલાવી લીધા હતા.તમામનો જમાવડો હુસેનભાઈના ઘર તરફ થવા લાગ્યો હતો. આ બાદ બહારથી તાળુ ખોલતા ઉપસ્થિત સૌ કોઈના હૌશ ઉડી ગયા હતા. રૂમમાંથી બાદલ પંચાલ અને હુસેનભાઈની પત્ની તસલીમબેન બંન્ને બહાર નીકળ્યા હતા. સ્થળ પર ભારે હોબાળા સહિત ઉગ્રબોલાચાલીનો દૌર પણ ચાલ્યો હતો.જોતજોતામાં પોલીસ પણ આવી જતાં બાદલ પંચાલને દાહોદ શહેર પોલીસ મથકે લઈ ગયા હતા. આ બનાવની જાણ શહેર સહિત જિલ્લામાં થતાં શહેરના ભાજપના રાજકીય અગ્રણીઓ સહિત હોદ્દેદારો તેમજ કાર્યકરોનો કાફલો પોલીસ મથકે પહોંચી ગયો હતો. રાજકીય આલમમાં બાદલ પંચાલને છોડવવા ધમપછાડા પણ શરૂ થઈ ગયા હતા. ઉપરોક્ત સમગ્ર મામલે પતિ હુસેન મોહસીનભાઈ શરાફ દ્વારા ભાજપના યુવા મોરચાના મહામંત્રી બાદલ પંચાલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે કોઈ સામાન્ય ગુનામાં કે કોઈ ફરીયાદમાં ગુનેગાર કે આરોપીને પોલીસ મથકે લાવ્યા બાદ તેને લોકઅપમાં પોલીસ દ્વારા પુરી દેવામાં આવે છે.અને પોલીસ દ્વારા દંડાવાળી પણ કરી પોતાનો રોફ જમાવે છે.ત્યારે આજના આ રાજકીય બનાવમાં બાદલ પંચાલ સાથે જાણે એ પ્લસ સીક્યુરીટી જોવા મળી હતી. જાણે કાંઈ બન્યુ જ ન હોય તેવો નજારો પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યો હતો. જાહોજલાલી વચ્ચે બાદલ પંચાલ સામે પોલીસ કાર્યવાહી કરી રહી હતી. આવો ભેદભાવ કેમ? તે પણ શહેર સહિત જિલ્લાવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.