Friday, 11/10/2024
Dark Mode

દાહોદ નજીક પુંસરી ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે ચાર ગાયોના મોત:2 વાછરડા ઈજાગ્રસ્ત

દાહોદ નજીક પુંસરી ગામે નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે ચાર ગાયોના મોત:2 વાછરડા ઈજાગ્રસ્ત

 રાજ ભરવાડ @ દાહોદ 

દાહોદ તા.12
દાહોદ તાલુકાના પુંસરી ગામે નેશનલ ઇન્દોર હાઇવે રોડ ઉપર એક અજાણ્યા વાહનના ચાલકે ભર બપોરે પોતાના કબજાનો વાહન પુરઝડપે હંકારી લાવતા ત્યાંથી પસાર થતા છ જેટલા ગૌવંશને અડફેટમાં લેતા ચાર ગાયોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. જ્યારે અતિ ગંભીર રૂપે ઘાયલ થયેલ વધુ બે ગાયોને નજીકના પશુ દવાખાને સારવાર અર્થે ખસેડાયો જાણવા મળેલ છે.

દાહોદના પુંસરી ગામે આવેલ નેશનલ ઇન્દોર હાઇવે રોડ પર આજરોજ બપોરના બે વાગ્યાના આસપાસના સમયગાળા દરમિયાન એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજા નું વાહન પુરઝડપે તેમજ ગફલત ભરી રીતે હંકારી લાવતા આ સમયગાળા દરમિયાન ત્યાંથી પસાર થતાં છ જેટલા મૂંગા પશુઓને ધડાકાભેર અડફેટમાં લઇ અજાણ્યા વાહન ચાલક નાસી ગયો હતો. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર જેટલી ગાયોને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું જ્યારે બે ગાયો અતિગંભીર થઈ હતી. ઘટનાની જાણ સ્થાનિકોને થતાંવેંત તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને ચાર જેટલી મૃત ગાયોને કબજે લીધી હતી ઘાયલ બે વધુ ગાયોને નજીકના પશુ દવાખાને સારવાર અર્થે મોકલી આપી હતી. ઘટનાને પગલે ગૌરક્ષક પ્રેમીઓ તેમજ સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો.

error: Content is protected !!