Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 18 પોઝીટીવ કેસોનો વધારો: વધુ ત્રણ લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 50 પર પહોંચ્યો

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 18 પોઝીટીવ કેસોનો વધારો: વધુ ત્રણ લોકોના મૃત્યુ સાથે મૃત્યુઆંક 50 પર પહોંચ્યો

    નીલ ડોડીયાર, દાહોદ 

દાહોદ, તા.૯

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે.દાહોદમાં rtpcr તેમજ રેપિડ ટેસ્ટ મળી વધુ 18 કોરોના સંક્રમિત કેસોના ઉમેરા સાથે કોરોનાનો કુલ આંક 750 પર પહોંચ્યો છે.જ્યારે ત્યારે આજરોજ વધુ ૨૬ લોકો કોરોના મુક્ત થતા સુધીમાં 484 કોરોના મુક્ત થવા પામ્યા છે.જ્યારે હાલ 216 એક્ટિવ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.જોકે આજે વધુ ત્રણ લોકોના મૃત્યુ થવા પામ્યા છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે આરોગ્ય વિભાગે rtpcr ના 172 સેમ્પલો તેમજ 68 રેપિડ ટેસ્ટ મળી કુલ 240 સેમ્પલો ચકાસણી અર્થે મોકલ્યા હતા.તે પૈકી 232 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.જ્યારે
(૧) જહુર અબ્દુલ ડોકીલા (ઉવ.૩૭ રહે. ઘાંચીવાડા દાહોદ),(ર) સૈફુદ્દીન અબ્બાસભાઈ ઉદૈયગઢવાલા (ઉવ.૭૭ રહે. હુસૈની મહોલ્લા દાહોદ),(૩) હુસૈની સરફાલી ઝીનીયા (ઉવ.૬પ રહે. હુસૈની મહોલ્લા),(૪) બારીયા હિતેશ એન (ઉવ.૩૦ રહે. ખેડા ફળીયુ),(પ) મછાર પ્રશાંત એ (ઉવ.ર૯ રહે. જલારામ સોસાયટી રંણધીકપુર રોડ ફળીયુ) જ્યારે રેપિડ ટેસ્ટમાં (૧) શૈલેન્દ્ર મદનલાલ સોની (ઉવ.૪૪ રહે. ગરબાડા મૈન બજાર),(ર) સ્નેહા શૈલેન્દ્ર સોની (ઉવ.૧૬ રહે. ગરબાડા મૈન બજાર),(૩) રાવત રજનીકાંત કિરણભાઈ (ઉવ.ર૬ રહે. સંજેલી મંડળી રોડ),(૪) રાવત અમિતભાઈ કિરણભાઈ (ઉવ.૧૯ રહે. સંજેલી મંડળી રોડ),(પ) રાવત સપનાબેન કિરણભાઈ (ઉવ.રર રહે. સંજેલી મંડળી રોડ),(૬) અરવિંદભાઈ છોટાભાઈ દેવડા કઉવ.૪૮ રહે. લીમડી ઝાલોદ),(૭) લલીતાબેન કે ઉપાધ્યાય (ઉવ.૭૦ રહે. લીમડી ઝાલોદ),(૮) અશ્વિનભાઈ પંચાલ (ઉવ.૪૩ રહે. ઈન્દોર રોડ રાધાનગર દાહોદ),(૯) નંદુબેન કાળુભાઈ લબાના (ઉવ.૩૮ રહે. બલીયા લીમડા ફળીયુ ફતેપુરા),(૧૦) જયંતિલાલ બી સોની (ઉવ.પ૪ રહે. ખેસરા ફળીયુ લીમડી ઝાલોદ),(૧૧) સુગરાબેન માનાભાઈ જીરૂવાલા (ઉવ.પ૮ રહે. દે.બારીયા),(૧ર) સાબીરભાઈ માનાભાઈ જીરૂવાલા (ઉવ.૩૭ રહે. દે.બારીયા),(૧૩) સારદાબેન શંકરલાલ કુવારડે (ઉવ.૭ર રહે. દાહોદ) મળી કુલ ૧૮ પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે. હાલ આરોગ્ય વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે શોધખોળ આદરી તેઓના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરાઇ છે. તેમજ જે તે વિસ્તારને કન્ટેનમેન્ટ એરીયા ડિક્લેર કરી તે વિસ્તારોમાં સેનેટાઈઝ  સહિતની દવાના  છટકાવની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. જ્યારે આજરોજ ત્રણ લોકોના મૃત્યુ સાથે દાહોદ જિલ્લામાં અત્યાર સુધી ૫૦ લોકો કોરોનાકાળમાં મૃત્યુ પામ્યા છે.

error: Content is protected !!