બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર માળી ફળિયા ખાતે બળી ગયેલ એગ્રીકલ્ચર વીજ લાઈનની નવીન ડી.પી તાત્કાલિક મુકવા ખેડૂતોની માંગ.
ફતેપુરાએમ.જી.વી.સી.એલ ખાતે ખેડૂતોની અનેક વાર રજૂઆત છતાં જવાબદારો દ્વારા ધ્યાન આપતું નહીં હોવાની ફરિયાદ.
વીજ ડી.પી બળી જતાં ખેડૂતોની ખેતીમાં કરેલ મગ તથા ચાહટાની ખેતી સુકાઈ જવાના ડરથી ખેડૂતો પરેશાન.
સુખસર,તા.25
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વીજ ગ્રાહકો સામે જે વીજબિલની સમયસર ભરપાઈ કરાવવી,વીજ ચોરી કરતા લોકો સામે હજારો રૂપિયાનો દંડની વસુલાત કરવા અને વીજ બિલ ભરપાઈ નહીં કરતા લોકોના વીજ કનેક્શનનો તથા વિજમીટરો કાપવા સહિત આતંકવાદીને પકડવા જે રીતે કોમ્બિંગ હાથ ધરવામાં આવે છે તેવી તટસ્થ વીજ ચેકિંગ કરવા જેવા કડક નિયમો બનાવ્યા છે. અને કસુર વારો સામે કાયદેસરના પગલાં ભરી હજારો રૂપિયા દંડની વસૂલાત પણ કરવામાં આવે છે.તેવીજ રીતે વીજ ગ્રાહકોને વીજ પ્રવાહ આપવા માટે નિયમો બનાવવા જોઈએ તે તંત્ર બનાવી શક્યું નથી.અને તેના લીધે વીજ પ્રવાહના ભરોસે બેઠેલા ખેડૂતો અને ધંધાદારીઓ નુકસાનીનો ભોગ પણ બનતા રહે છે. અને કોઈક કારણોસર વીજ પ્રવાહ બંધ થતાં તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રના જવાબદારો આંખ આડા કાન કરી હોગા,ચલેગા ની નીતિ અપનાવી મનમાંની ચલાવતા હોવા નહીં ફરિયાદો પણ ઉઠે છે. તેવી જ રીતે હાલ શિક્ષણમાં માળી ફળિયા તોલ કાંટા પાસે આવેલ વીજડીપી છેલ્લા પચીસ દિવસથી બળી જતાં તેની અનેક વાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં નહીં આવતું હોવાનું જાણવા મળે છે.ત્યારે તે બાબતે ઉચ્ચ અધિકારી ઓએ તાત્કાલિક ધ્યાન આપી નવીન વીજ ડી.પી મુકવા તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર ખાતે સંતરામપુર રોડ તોલ કાંટા પાસે મૂકવામાં આવેલ વીજ ડી.પી ગત પચીસેક દિવસ અગાઉ વીજફોલ્ટના કારણે બળી જવા પામેલ છે.જ્યારે આ વીજ ડી.પી થી માળી ફળિયા તરફ જતી વીજ લાઈન ઉપરથી ચારેક જેટલા ખેડૂતોએ પોતાના કુવાઓ ઉપર એગ્રીકલ્ચર વીજ લાઈનના જોડાણ લીધેલ છે.અને આ ખેડૂતોએ હાલમાં પોતાની ખેતીમાં મગ તથા પશુઓના ઘાસચારા માટે ચાહટાની ખેતી કરેલ છે. પરંતુ છેલ્લા પચ્ચીસેક દિવસથી ડી.પી બળી જતાં વીજ લાઈન બંધ હોય ખેડૂતોએ ફતેપુરા એમ.જી.વી.સી.એલ ના જવાબદારોને અનેકવાર રજૂઆતો કરતા અમો વીજ ડી.પી દાહોદ થી મંગાવીએ છીએ અને ત્યાંથી આવે ત્યારે તમને નવીન ડી.પી મૂકી આપીશું ના જવાબો આપવામાં આવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો ખેડૂતોએ પોતાના ખેતરોમાં કરેલ મગ તથા ચાહટાની ખેતી સુકાઈ રહી છે. અને હજી થોડા દિવસ ખેતીમાં પાણી નહીં મળે તો મગ તથા ચાહટાની સંપૂર્ણ ખેતી નિષ્ફળ જતાં હજારો રૂપિયાનું નુકસાન જવાના ભય થી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.
ટ્રાન્સફોર્મર બળી જતા છેલ્લા 25 દિવસથી વીજળી વિના રહેતા પાકને નુકસાન જવાની ભીતિ:રજૂઆત કરવા છતાં પરિણામ શુન્ય :- પુનાભાઈ કડવાભાઈ પ્રજાપતિ, માળી ફળિયા,સુખસર સ્થાનિક ખેડૂત)
અમો સુખસરના માળી ફળિયા ખાતે રહીએ છીએ. અને અમો અમારી પોતાની માલીકીનો કુવો ધરાવીએ છીએ.અને અમારા કુવા પર અમોએ એગ્રીકલ્ચર વીજ લાઈન લીધેલ છે.જેની ડી.પી સુખસર ખાતે સંતરામપુર રોડ ઉપર તોલ કાંટા પાસે મૂકવામાં આવેલ છે.અને આ ડી.પી છેલ્લા પચ્ચીસેક દિવસથી બળી જતા અમોએ ફતેપુરા એમ.જી.વી.સી.એલ.માં અનેકવાર રજૂઆતો કરવા છતાં નવીન વીજ ડી.પી મૂકવામાં આવતી નથી.અને અમારા મગ તથા ચાહટાની ખેતી નિષ્ફળ જાય તો અમોન હજારો રૂપિયાનુ નુકસાન પહોંચે તેવી પરિસ્થિતિ ઉભી થયેલ હોય તાત્કાલિક વીજ ડી.પી મૂકવામાં આવે તેવી અમારી માંગણી છે.