Wednesday, 11/12/2024
Dark Mode

બાળલગ્ન કરાવનારા ચેતી જજો : કાયદા હેઠળ એક લાખ સુઘીનો દંડ – બે વર્ષ સુઘીની કેદની જોગવાઇ

February 15, 2023
        2468
બાળલગ્ન કરાવનારા ચેતી જજો : કાયદા હેઠળ એક લાખ સુઘીનો દંડ – બે વર્ષ સુઘીની કેદની જોગવાઇ

બાબુ સોલંકી, સુખસર 

 

બાળલગ્ન કરાવનારા ચેતી જજો : કાયદા હેઠળ એક લાખ સુઘીનો દંડ – બે વર્ષ સુઘીની કેદની જોગવાઇ

 

 

બાળલગ્નમાં મદદ કરનારા તમામ સામે ફોજદારી ગુનો થઈ શકે છે.

 

બાળ લગ્નો થતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અથવા બાળ લગ્ન પ્રતિબંઘક અઘિકારી દાહોદને કરી શકાશે.

 

 

ટેલીફોન નં.૦૨૬૭૩ ૨૩૯૦૨૦ તેમજ “અભયમ” મહીલા હેલ્પ લાઇન ૧૮૧, ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ અને ૧૦૦ (પોલીસ વિભાગ) નંબર ઉપર જાણ કરી શકાશે 

 

 

સુખસર,તા.15

 

          દાહોદ જીલ્લો આદિવાસી વસ્તીનું બાહુલ્ય ઘરાવતો કુલ નવ તાલુકાઓના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં સમાયેલ છે. કાયદાની અજ્ઞાનતાના કારણે લોકો ઘણીવાર બાળલગ્ન કરાવતા હોય છે. ૫રંતુ બાળલગ્ન પ્રતિબંઘક અઘિનિયમક-૨૦૦૬ મુજબ ૨૧ વર્ષથી ઓછી ઉંમરનો દિકરો (છોકરો) અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની દિકરી (છોકરી)ના લગ્ન ગેરકાયેસર ગણાય છે.

 

 જેથી બાળલગ્ન કરાવનારા માતાપિતા, કુંટુંબીજનો, સગાવ્હાલા તથા મદદગારી કરનારાઓ સામે ફરીયાદ કરવામાં આવશે. વર અને કન્યામાંથી જે ઓછી ઉંમરનું હોય તે અને લગ્ન કરાવનારા ગોર મહારાજ, કેટરર્સ, મંડ૫ સર્વિસ, ડી.જે., બેન્ડવાળા, ફોટોગ્રાફર અને વીડિયોગ્રાફર વગેરે મદદગારી કરનારા તમામ ઇસમો સામે ફોજદારી ગુનો દાખલ કરાશે.

 

 જેની તમામ લોકોએ ખાસ નોંઘ લેવી. અક્ષયતૃતિયા (અખાત્રીજ)ને લગ્ન માટે શુભ દિવસ મનાય છે અને આગામી તા.૨૨/૦૪/૨૦૨૩ અક્ષયતૃતિયા (અખાત્રીજ) છે. આ દિવસે મોટા પ્રમાણમાં લગ્નો થતા હોય છે. તેમજ સમૂહલગ્નોનું ૫ણ આયોજન થતું હોય છે. દાહોદ જીલ્લામાં હોળીના તહેવાર બાદ વઘારે પ્રમાણમાં લગ્નો યોજાતા હોય છે.

 

 જેથી લગ્ન નકકી થાય તે ૫હેલાં જ વર કન્યાની ઉંમરની ચકાસણી કરી લેવા બાળલગ્ન પ્રતિબંઘક અઘિકારી દ્વારા અનુરોઘ કરવામાં આવે છે. વઘુમાં કાયદા હેઠળ એક લાખ સુઘીનો દંડ અને વઘુમાં વઘુ બે વર્ષ સુઘીની કેદની સજાની જોગવાઇ છે. બાળ લગ્નો થતા હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અથવા બાળ લગ્ન પ્રતિબંઘક અઘિકારી દાહોદ, રુમ નં.૧૯ જીલ્લા સેવાસદન, છા૫રી, ટેલીફોન નં.૦૨૬૭૩ ૨૩૯૨૨૫ તથા જીલ્લા બાળ સુરક્ષા એકમ, દાહોદ , રુમ નં.૩૧૦ ત્રીજો માળ જીલ્લા સેવાસદન છા૫રી, ટેલીફોન નં.૦૨૬૭૩ ૨૩૯૦૨૦ તેમજ “અભયમ” મહીલા હેલ્પ લાઇન ૧૮૧, ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ અને ૧૦૦ (પોલીસ વિભાગ) નંબર ૫ણ જાણ કરવા અનુરોઘ કરવામાં આવે છે.

 

 કોઇ સમાજના સમૂહલગ્નો થતા હશે અને તેમાં કોઇ બાળલગ્ન જણાશે તો આયોજકોની સામે ૫ણ કાયદેસરની કાર્યવાહી કરાશે. જેની આયોજક મંડળે નોંઘ લેવી. તેમજ કંકોત્રી છા૫ કામ કરતા તમામ પ્રિંટીંગપ્રેસ ઘારકોએ લગ્ન કંકોત્રી છા૫કામ કરતી વખતે વર અને કન્યા બન્ને બાળલગ્ન પ્રતિબંઘક અઘિનિયમક-૨૦૦૬ મુજબ પુખ્ત વયના છે કે કેમ તેની ખાતરી કરી લેવા સુચના છે. બાળલગ્ન એ અભિશા૫ છે અને કોઇ૫ણ બાળકના જીવનને નષ્ટ કરી નાખે છે. જેથી બાળલગ્ન અટકાવી આ૫ણે સૌ કોઇ૫ણ બાળકને નવજીવન આપી શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!