Sunday, 09/02/2025
Dark Mode

ઝાલોદ તાલુકાના નાનસલાઈ ક્રોસિંગ પર પુરઝડપે આવતી ઈકો ગાડીએ બે બાઈકોને અડફેટમાં લેતા પિતા-પુત્રનું મોત: પરિવારજનોમાં માતમ છવાયો..

February 15, 2023
        1002
ઝાલોદ તાલુકાના નાનસલાઈ ક્રોસિંગ પર પુરઝડપે આવતી ઈકો ગાડીએ બે બાઈકોને અડફેટમાં લેતા પિતા-પુત્રનું મોત: પરિવારજનોમાં માતમ છવાયો..

દક્ષેશ ચૌહાણ, ઝાલોદ 

નાન સલાઈ પેટ્રોલ પંપ સામે થયેલા અકસ્માતમાં પરિવારજનોએ ભરથાર ગુમાવ્યો:પ્રસુતા મહિલાએ પતિની સાથે વ્હાલસોયા પુત્રને ગુમાવ્યું  

ઝાલોદ તાલુકાના નાનસલાઈ ક્રોસિંગ પર પુરઝડપે આવતી ઈકો ગાડીએ બે બાઈકોને અડફેટમાં લેતા પિતા-પુત્રનું મોત: પરિવારજનોમાં માતમ છવાયો..

અકસ્માત બાદ ઇકો ગાડીનો ચાલક ફરાર:અન્ય બાઈક સવાર અંગે પણ અસમંજતા..

પોલીસ ઈકો ગાડીના ચાલક સાથે અન્ય બાઇકને કબ્જે લઇ ચાલકની શોધખોળમાં લાગી.

દાહોદ તા.15

ઝાલોદ તાલુકાના નાનસલાઇ ગામે આવેલા પેટ્રોલપંપ નજીક ઝાલોદથી લીમડી તરફ આવવાના માર્ગ પર પુરપાટ આવી રહેલી ફોરવીલર ગાડીએ એક મોપેડ તેમજ બાઈકને અડફેટે લેતા બાઈક સવાર પિતા પુત્રને શરીરે જીવલેણ ઇજા પહોંચતા તેઓનો મોત નીપજવા પામી છે. જ્યારે મોપેડ સવાર અન્ય ચાલકને પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવી છે ત્યારે અકસ્માત બાદ ઇકોગાડીનો ચાલક ગાડી સ્થળ પર મૂકીને ફરાર થઈ જતા ઝાલોદ પોલીસે ઇકો ચાલક વિરુદ્ધ માર્ગ અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

 

 પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના વાકોલ ગામના પાટડિયા ફળિયાના રહેવાસી જીતુભાઈ બચુભાઈ ડામોરની પત્નીને સાસરી મોટા નટવા ગામે ડિલિવરી આવી હોવાથી પ્રસુતાં પત્નીની ખબર કાઢવા માટે પોતાના 5 વર્ષીય પુત્ર અર્ચિત ડામોર જોડે પોતાના કબજા હેઠળની Gj-20-H-2310 નંબરની મોટરસાયકલ લઈ નીકળ્યા હતા તે અરસામાં રસ્તામાં ઝાલોદ નજીક નાનસલાઈ ખાતેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપ પાસે ઝાલોદ તરફથી પુરપાટ આવી રહેલી Gj-06-KD-6029 નંબરના ગાડી ચાલકે જીતુભાઈની મોટરસાયકલ તેમજ Gj-1-TA-53 નંબરની મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા બંને બાઈક ચાલકો હવામાં ફંગોળાઈ જમીન પર પટકાયા હતા.જે બાદ અકસ્માત સર્જનાર ઈકો ગાડીનો ચાલક ગાડી ઘટના સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો. જેના પગલે બાઈક સવાર જીતુભાઈ ડામોર તેમજ તેમના પુત્ર અર્ચિતને જીવલેણ ઇજાઓ પહોંચતા પાંચ વર્ષીય અર્ચિતનું ઘટના સ્થળ પર જ પ્રાણ પખેરૂ ઉડી ગયા હતા. જયારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા જીતુભાઈને નજીકમાં આવેલા દુકાનદાર દ્વારા 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો હતો.જ્યાં ઇજાગ્રસ્ત જીતુભાઇનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખની છે કે આ માર્ગ અકસ્માતમાં પિતા પુત્રનું મોત થતા એક તરફ પરિવારજનોએ ભરથાર ગુમાવ્યો છે.જયારે બીજી તરફ પ્રસુતા મહિલાએ પોતાના પતિ તેમજ વ્હાલ સોયા દીકરાને ગુમાવતા પરિવારજનોમાં માતમ છવાઈ જવા પામ્યો છે.જયારે બીજી તરફ આ માર્ગ અકસ્માતમાં અન્ય ગાડી ચાલક ઇજાગ્રસ્ત થયો, અથવા ઉભો થઈને ચાલતી પકડી કે હજી સુધી સ્પષ્ટ થયું નથી. હાલ આ માર્ગ અકસ્માતના બનાવમાં ઝાલોદ પોલીસે ઈકો ગાડી ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!