Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસરના સંગાડા પરિવારના યુવાનની હત્યાના વિરોધમાં સુખસર સજ્જડ બંધ: મૃતકના પરિવારજનો સુખસર પોલીસ સ્ટેશનમાં આંદોલન ઉપર ઉતર્યા.

November 27, 2022
        7546
ફતેપુરા તાલુકાના સુખસરના સંગાડા પરિવારના યુવાનની હત્યાના વિરોધમાં સુખસર સજ્જડ બંધ: મૃતકના પરિવારજનો સુખસર પોલીસ સ્ટેશનમાં આંદોલન ઉપર ઉતર્યા.

બાબુ સોલંકી, સુખસર 

 

 

ફતેપુરા તાલુકાના સુખસરના સંગાડા પરિવારના યુવાનની હત્યાના વિરોધમાં સુખસર સજ્જડ બંધ: મૃતકના પરિવારજનો સુખસર પોલીસ સ્ટેશનમાં આંદોલન ઉપર ઉતર્યા.

સુખસરના બે યુવાનોને બલૈયામાં માર્ગ ઉપર આંતરી 20 થી 25 જેટલા હુમલાખોરોએ ગંભીર માર મારતા એક યુવાનનું મોત નીપજ્યું હતું.

હત્યા માં સંડોવાયેલ આરોપીઓ બનાવના 17 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર હોય સુખસર બંધનું તથા બીજી વાર પોલીસ પટાંગણમાં આંદોલન ઉપર ઉતરવા મૃતકની માતાએ તંત્રોને જાણ કરી હતી.

 

બાર આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ફતેપુરા પોલીસે ઝડપ્યા: બાકી આરોપીઓને ઝડપી લેવા ટીમો કામે લાગી.

સુખસર,તા.27

 

        ફતેપુરા તાલુકાના સુખસર સંગાડા ફળિયાનો એક યુવાન તથા સુખસરના મારગાળા ક્રોસિંગ ખાતે રહેતો યુવાન 10 નવેમ્બર-2022 ના રોજ ફતેપુરા થી પરત મોટરસાયકલ ઉપર સુખસર આવી રહ્યા હતા.તેવા સમયે બલૈયા માર્ગ ઉપર સરકારી દવાખાના નજીક આ બંને યુવાનો ઉપર સુખસર તથા આસપાસના ગામડાના હુમલાખોરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.તેમાં સંગાડા પરિવારના એક 19 વર્ષીય યુવાનની ગંભીર ઇજાઓના કારણે બીજા દિવસે ઝાલોદ ખાનગી દવાખાનામાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.અને તમામ આરોપીઓને બે દિવસમાં ઝડપી લેવાની બાહેધરી આપી ફતેપુરા પોલીસ દ્વારા મૃતકની લાશ તેના પરિવારજનોને સોંપવામાં આવી હતી.

       ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ સંગાડા ફળિયાના સંગાડા ટીનાભાઇ રામાભાઇ તથા વળવાઈ પૈયેસ ઉર્ફે કાળુભાઈ નાઓ ગત 10 નવેમ્બર_2022 ના રોજ ફતેપુરા થી સુખસરત પરત ઘરે આવતા હતા.ત્યારે આશરે બપોરના 2:00 વાગ્યા ના સુમારે બલૈયા સરકારી દવાખાના પાસે સંગાડા ટીનાભાઇ તથા પૈયેસઉર્ફે કાળુભાઈ ઉપર આરોપી ઓએ જીવલેણ હુમલો કર્યો હતો.જેમાં ટીનાભાઇ સંગાડાનું બીજા દિવસે મોત નિજવા પામ્યુ હતુ.ત્યારબાદ મૃતક યુવાનના પરિવારજનો દ્વારા કરવામાં આવતા આક્ષેપ મુજબ બનાવનાર 24 કલાક બાદ પોલીસે ફરિયાદીના જણાવ્યા મુજબ એફઆઈઆર માં નામ લખવામાં આવેલ નહીં હોવા બાબતે તેમજ અન્ય 20 થી 25 જેટલા માણસોના ટોળા દ્વારા આ મારામારી કરવામાં આવી હોવા બાબતે જણાવ્યા બાદ 12 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તારીખ 18 નવેમ્બર-2022 ના રોજ મૃતક પરિવારના પરિવારજનો દ્વારા સુખસર પોલીસ સ્ટેશન ખાતે ધારણા ઉપર ઉતર્યા હતા.પરંતુ ફતેપુરા પીએસઆઇ તથા ઝાલોદ ડી.વાય.એસ. પી દ્વારા સાત દિવસમાં આરોપીઓને ઝડપી પાડવાની લેખિત તથા મૌખિક બાહેધરી આપતા ધારણા નો અંત આવ્યો હતો.પરંતુ તેઓએ આપેલી સમય મર્યાદામાં આરોપીઓ નહીં ઝડપાતા આજરોજ મૃતકના પરિવારજનોએ સુખસર બંધનું એલાન આપ્યું હતું.જેમાં આજરોજ સુખસર બંધને સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો. અને તમામ દુકાનો બંધ જોવા મળી હતી.તેમજ આજરોજથી મૃતકના પરિવારજનોએ મોટી સંખ્યામાં સુખસર પોલીસ સ્ટેશન પટાંગણમાં ધારણા ઉપર ઉતર્યા હોવાનું જાણવા મળે છે. તેમજ મૃતક યુવાનના પરિવાર જનો દ્વારા કરવામાં આવતા આક્ષેપ મુજબ મર્ડર જેવા ગંભીર ગુનામાં રાજકીય ઈશારે આરોપીઓને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન સ્થાનિક પોલીસ કરી રહેલ હોવાનો અને આ ગુનાના આરોપી ઓની યોગ્ય દિશામાં તપાસ કરી તાત્કાલિક તેઓને ઝડપી કાયદાને હવાલે કરવા માટે પરિવારજનો માંગ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. તેમજ જ્યાં સુધી મુખ્ય આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી ધારણા સમેટવા ધરાર ઇન્કાર કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.

 

 

      મારા પુત્રની હત્યા કરવામાં આવી છે.અને તેમાં સંડોવાયેલા બાર જેટલા આરોપીઓની સામે કાયદેસર ગુનો પણ દાખલ કરવામાં આવેલ હોવા છતાં 17 દિવસનો સમય વીતી જવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. તેમજ આરોપીઓ પૈસા પાત્ર અને રાજકીય વર્ગ ધરાવતા હોય તેઓને છાવરવામાં આવી રહ્યા છે.અમો અગાઉ સુખસર પોલીસ સ્ટેશન સામે ધરણા કર્યા હતા. પરંતુ પોલીસે સમજાવી સાત દિવસની અંદર આરોપીઓને ઝડપી પાડવાની બાહેધરી આપતા અમોએ ધારણા સમેટ્યા હતા.પરંતુ સમય પૂરો થવા છતાં મુખ્ય આરોપીઓ નહીં ઝડપાતા આજરોજ અમોએ સુખસર બંધનું એલાન આપ્યું હતું.તેમજ આજથી અમો અનિશ્ચિત સમય માટે એટલે કે જ્યાં સુધી આરોપીઓ નહીં ઝડપાય ત્યાં સુધી ધરણા ઉપર બેસીશું.અમોને ન્યાય જોઈએ છે.

  (કવિતાબેન સંગાડા,મૃતકની માતા)

 

    

         અમોએ ટીનાભાઇ સંગાડાની હત્યામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. અને તેઓના રિમાન્ડની તજવીજ હાથ ધરેલ છે.તેમજ અમોએ અલગ-અલગ ટીમો બનાવી છે અને તપાસ ચાલુ છે.બાકીના આરોપીઓને વહેલી તકે ઝડપી લઈશું.

    ડી.આર.પટેલ.ડી.વાય.એસ.પી. ઝાલોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!