
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
સુખસર પોલીસ અને બીએસએફની સંયુક્ત ટીમ દ્વારા સુખસરના આજુબાજુ ગામમાં ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું..
સુખસરના પી.એસ.આઇ મિતલબેન પટેલ ની આગેવાનીમાં ફ્રુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું
આગામી દિવસોમાં યોજનાર વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ફ્રુટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું
ફતેપુરા તા.10
129 ફતેપુરા વિધાનસભામાં આગામી ડિસેમ્બર 22ના રોજ મતદાન થવાનું હોય મતદાન પ્રક્રિયા અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્રએ કમર કસી લીધેલ છે ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન હદમાં આવતા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોમાં મતદાન અને ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ સંપન્ન થાય તે માટે સુખસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ મિતલબેન પટેલ ની આગેવાની હેઠળ પોલીસ જવાનો અને બીએસએફની સંયુક્ત ટીમ દ્વારા સુખસર તેમજ આજુબાજુના ગામડાઓમાં ફ્રુટ પેટ્રોલિંગ યોજવામાં આવેલું હતું..