બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસરમાં આઇસર ટેમ્પોએ બંધ ટ્રેકટરને ટક્કર મારતા ત્રણ વાહનો સાથે અકસ્માત:મોટી જાનહાની ટળી.
સુખસર માર્કેટ યાર્ડ ની સામે શોપિંગ સેન્ટર પાસે ઉભેલા ટેક્ટરને આઇસર ટેમ્પોએ ટક્કર મારતા બંધ ટ્રેક્ટર ચાલુ થયું ટ્રેક્ટરે બોલેરોનો ટક્કર મારી.
સમય સૂચકતા વાપરી સુખસરના એક યુવાને ટ્રેક્ટરમાં જાન ના જોખમે બ્રેક મારતા મોટી જાન હાની ટાળી.
સુખસર,તા.20
વાહન ચાલકોની બેદરકારીથી સુખસર વિસ્તારમાં દિન-પ્રતિદિન વાહન અકસ્માતો વધી રહ્યા છે.ત્યારે ખાસ કરીને વાહન ચાલકો પોતાની બેદરકારીથી વાહન ચલાવતા લોકો સામે સ્થાનિક વહીવટી તંત્રો આંખ ખાડા કાન કરી રહ્યા છે.અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.ત્યારે સુખસર વિસ્તારમાં વાહન ચાલકો સામે કાયદો અને વ્યવસ્થા જાળવનાર કોઈ જવાબદાર હોય તેવું જણાતું નથી.ત્યારે કેટલાક લોકો વાહન અકસ્માતમાં મોતની ભેટી રહ્યા છે. ત્યારે મહેસુસ થાય છે કે માત્ર નામ પૂરતા તંત્રો કામગીરી કરી રહ્યા હોય તેમ કહેવું યોગ્ય છે.અને કેટલાક નિર્દોષ લોકો માટે કાળ બનીને દોડી રહેલા વાહનો યમદૂત બની દોડી રહ્યા છે ત્યારે જવાબદાર વહીવટીતંત્રોએ સજાગ બનવાની જરૂરત જણાઈ રહી છે.
જાણવા મળેલ વિગતો મુજબ આજરોજ સાંજના છેએક વાગ્યાના અરસામાં સુખસર માર્કેટયાર્ડની પાસે શોપિંગ સેન્ટર સામે ઉભેલા એક ટ્રેક્ટરને ઝાલોદ થી સંતરામપુર તરફ જતા એક મગફળી ભરી જતા આઇસર ટેમ્પોએ ટક્કર મારતા ગેરમા રાખવામાં આવેલ ટેકટર ચાલુ થઈ ગયું હતું.અને જે ટ્રેક્ટરે આગળ ઉભેલી બોલેરો ગાડીને ટક્કર વાગી હતી.જેમાં બોલેરો ગાડીને નુકસાન થવા પામ્યો હતુ.જ્યારે ટ્રેક્ટર અમન શોપિંગ સેન્ટર બાજુ વળી જતા સુખસરના પ્રદીપભાઈ પંચાલે સમય સૂચકતા વાપરી ટ્રેક્ટર ઉપર ચડી બ્રેક મારી ટ્રેક્ટરને ઊભું રાખી દીધું હતું.જો કે જ્યારે ટ્રેક્ટર ચાલુ થયું ત્યારે આ ટ્રેક્ટરમાં એક સગીર વયનો છોકરો ટેક્ટર ઉપર બેઠેલો હતો.જેને બ્રેક અને એક્સીલેટરની જાણ ન હોય એક્સીલેટર ઉપર પગ દબાવી દેતા ટ્રેક્ટર દોડવા લાગ્યું હતું.ત્યારે આજરોજ દિવાળીના છેલ્લા હાટ ગુરૂવારના રોજ ખરીદી માટે આવેલા લોકોમાં જીવ બચાવવાના નાસભાગ મચી જવા પામી હતી.અને તેવા જ સમયે સમય સૂચકતા વાપરી પ્રદીપભાઈ પંચાલ ટ્રેક્ટર ઉપર ચડી બ્રેક મારી ટ્રેક્ટરને ઊભું રાખી દેતા મોટી હાજાન હાનીટળી હોવાનું જાણવા મળે છે.
આમ બેદરકાર વાહન ચાલકોને લીધે સુખસર પંથકમાં વાહન અકસ્માતો વધી રહ્યા છે.ત્યારે ખાસ કરીને આર.ટી.ઓ દ્વારા ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવે અને નિર્દોષ લોકો જે કાળનો કોળિયો બની રહ્યા છે. જેઓના મોત પાછળથી કોઈ કશું કરી શકતા નથી.ત્યારે અકસ્માતથી વધુ લોકો ભોગ બને નહીં અને કોઈ પરિવાર ઘરના જવાબદાર અને મોભી ને ગુમાવે નહીં તે જોવાની જવાબદારી વહીવટી તંત્રો કેમ લેવા માંગતા નથી….?