Wednesday, 11/12/2024
Dark Mode

રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થી નાગરિકોને આયુષ્યમાંન કાર્ડ વિતરણ કાર્યક્રમ

October 17, 2022
        586
રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થી નાગરિકોને આયુષ્યમાંન કાર્ડ વિતરણ કાર્યક્રમ

બાબુ સોલંકી, સુખસર/શબ્બીર સુનેલવાલા, ફતેપુરા

 

રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થી નાગરિકોને આયુષ્યમાંન કાર્ડ વિતરણ કાર્યક્રમ

રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થી નાગરિકોને આયુષ્યમાંન કાર્ડ વિતરણ કાર્યક્રમ

આયુષ્યમાન કાર્ડ અનેક ગરીબ અને મધ્યમ વર્ગ ના પરિવારો માટે સુરક્ષા કવચ બન્યું છે: દંડક રમેશભાઈ કટારા

 

આરોગ્ય વિભાગ દ્વારા આગામી ચાર દિવસમાં જિલ્લામાં ૧.૪૧ લાખ લોકોને નવા પીવીસી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાશે

 

દાહોદ, તા. ૧૭ :

રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થી નાગરિકોને આયુષ્યમાંન કાર્ડ વિતરણ કાર્યક્રમ

રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થી નાગરિકોને આયુષ્યમાંન કાર્ડ વિતરણ અંતર્ગત કાર્યક્ર્મ આજે ફતેપુરા ખાતે વિધાનસભાના દંડક અને ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં નાગરિકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું હતું. તદ્દઉપરાંત આજે આઠ તાલુકાઓમાં અને ૧૨૦ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રો ખાતે કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આગામી તા. ૨૧ સુધીમાં એટલે કે ચાર દિવસમાં ૧.૪૧ લાખ લોકોને નવા પીવીસી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે.

        આ પ્રસંગે વિધાનસભા ના દંડક રમેશભાઈ કટારા એ જણાવ્યુ કે, સમગ્ર દેશમાં અત્યારે આયુષ્યમાન ભારત યોજના લાખો લોકો માટે આરોગ્ય કવચ બની રહી છે. અચાનક આવી પડેલી મોટી બીમારીમાં સામાન્ય માણસ માટે દવાનો ખર્ચ મોટી સમસ્યા બનતી અને ઘણી વખત દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જતા હોય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ ગરીબ પરિવાર માટે મોટા આર્શીવાદ સમાન છે. આ કાર્ડ થકી કોઈ પણ ગરીબ પરિવાર પાંચ લાખ રૂપિયા સુધીની નિઃશુલ્ક સારવાર મેળવી શકે છે. આ સારવારનો લાભ ફક્ત સરકારી જ નહીં ખાનગી હોસ્પિટલમાં પણ લાભ મેળવી શકાય છે. તેમાંજ નાગરિકો દેશમાં પણ કોઇ પણ જગ્યાએ આ કાર્ડનો લાભ લઇ શકે છે.

આ વેળા લાભાર્થી નાગરિકોને મહાનુભાવોએ મંચ ઉપરથી પીવીસી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કર્યું હતું. આ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રીની વરચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ લોકોએ રસપૂર્વક નિહાળ્યું હતું .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!