
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વધતા જતા લંપી વાયરસના રોગમાં સપડાતા પશુઓને બચાવવા પશુ ચિકિત્સકોની સજાગતા જરૂરી.
લંપીવાયરસ રોગ શાળાને અટકાવવા જવાબદાર તંત્રની સજાગતા અને પશુપાલકોની બેદરકારીથી પશુઓના મોત નીપજી રહ્યા છે.
પંથકમાં પશુ ચિકિત્સકો દ્વારા સમયસર સારવારના અભાવે લંપી વાયરસ રોગ ચાળામાં વધુને વધુ પશુઓ સપડાઈ રહ્યા છે.
દાહોદ .16
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં લંપી વાયરસમાં સપડાતા પશુઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.તેમજ કેટલાક પશુઓના મરણ પણ થઈ રહ્યા છે.ત્યારે લંપી વાયરસની સારવાર આપવા બંધાયેલા જવાબદારો દ્વારા સત્વરે ધ્યાન આપી પશુઓમાં લંપી વાયરસનો રોગચાળો કાબુ બહાર જાય તે પહેલા સજાગ બનવાની જરૂરત જણાવી રહી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં આવેલા નાના-મોટા,બોરીદા,કાળિયા તથા અન્ય ગામડાઓમાં હાલ લંપી વાયરસની બીમારીમાં અનેક પશુઓ સપડાયેલા છે.કેટલાક પશુઓ દવા સારવારથી સાજા થઈ જાય છે.જ્યારે કેટલાક પશુઓના મોત પણ નીપજવા પામેલ છે.પંથકમાં અનેક પશુપાલકો દવા સારવાર કરાવવાનું બાજુ ઉપર રાખી દોરા,ધાગા અને પાણી મંત્રાવી લંપીવાયરસમાં સપડાયેલા પશુઓને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા હોવાનું પણ જાણવા મળે છે.ત્યારે સ્થાનિક તાલુકા જિલ્લા તંત્રો દ્વારા ધ્યાન આપી પશુઓની સમયસર સારવાર કરી રોગમાં સપડાયેલા પશુ સાજા થાય તથા વધતા રોગચાળા ઉપર કાબુ મેળવવા કામે લાગી જવાની ખાસ હોવાનું જણાય છે.
અહીંયા જણાવવું જરૂરી છે કે લંપી વાયરસ એક ત્વચા રોગ છે.અને આ રોગમાં સપડાયેલા પશુના સંપર્કમાં અન્ય પશુ આવે તો અન્ય પશુ સંક્રમિત થઈ શકે છે.તેમજ આ બીમારી મચ્છરોના કરડવાથી થતી હોવાનું કહેવાય છે.આ રોગમાં સપડાયેલ પશુના લક્ષણોમાં જોઈએ તો પશુને તાવ આવવો,વજનમાં ઘટાડો થવો,આંખોમાંથી પાણી ટપકવું, મોઢામાંથી લાળ પડવી,શરીર ઉપર દાણા નીકળવા,દૂધ ઓછું આપવું,ભૂખ નહી લાગવી વિગેરે લક્ષણો છે.
સંક્રમિત થયેલ પશુને સાદા પાણીથી નવડાવવું,લીમડાના પાન,તુલસીના પાન,લસણની કળી,કાળી મરચી,જીરા,હળદર,ડુંગળી વગેરે ગોળમાં મેળવી સવાર સાંજ 10 થી 14 દિવસ સુધી ખવડાવવાથી લંપી વાયરસથી સંક્રમિત પશુમાં સુધારો થઈ શકે છે.જોકે આ રોગનો ઠોસ ઈલાજ નથી.પરંતુ હાલ વેક્સિન દ્વારા આ રોગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
લંષીગ્રસ્ત પશુને અલગ રાખવું, માખી,મચ્છર વિગેરેનો નાશ કરવો, પશુનું મૃત્યુ થતા તેના શબને ખુલ્લી જગ્યામાં નહીં ફેકતા ઊંડો ખાડો પાડી દાંટવું તથા જે વિસ્તારમાં પશુઓમાં આ રોગના લક્ષણ જણાય ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જોઈએ.
અહીંયા જણાવવું જરૂરી છે કે, પ્રથમ આ રોગ 1928-29 માં આફ્રિકાના મહાદ્વીપ જાંબિયામાં આ વાયરસ સામે આવ્યો હતો.અને સમગ્ર આફ્રિકા દેશમાં ફેલાયો હતો.ત્યારબાદ અન્ય દેશોમાં આ રોગ ફેલાયો હતો. જેમાં અનેક પશુઓના મરણ નીપજ્યા હતા.જ્યારે ભારતમાં આ રોગે 1995 માં દેખા દીધી હતી. અને હાલ આ રોગ ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના વિસ્તાર સુધી ફેલાઈ રહ્યો છે.જેથી પશુપાલકોએ પોતાના પશુને આ રોગના લક્ષણો જણાય તો સમયસર તાત્કાલિક સારવાર કરાવી લેવી જોઈએ.