Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટા નટવામાં ફોરવીલર ગાડીના ચાલકે મોટરસાયકલ સવાર ત્રણને અડફેટમાં લેતા બે ઇજાગ્રસ્ત:એક યુવાનનું મોત.

October 5, 2022
        3442
ફતેપુરા તાલુકાના મોટા નટવામાં ફોરવીલર ગાડીના ચાલકે મોટરસાયકલ સવાર ત્રણને અડફેટમાં લેતા બે ઇજાગ્રસ્ત:એક યુવાનનું મોત.

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના મોટા નટવામાં ફોરવીલર ગાડીના ચાલકે મોટરસાયકલ સવાર ત્રણને અડફેટમાં લેતા બે ઇજા ગ્રસ્ત: એક યુવાનનું મોત.

ફોરવીલર ગાડીનો ચાલક અકસ્માત બાદ પોતાના કબજાની ગાડીને રાત્રી સમયનો ગેરલાભ ઉઠાવી સ્થળ ઉપરથી ગાડી સાથે ફરાર થયો.

અકસ્માતનો ભોગ બનેલા મોટા નટવાના 24 વર્ષિય યુવાનને પેટમાં ગંભીર ઇજાઓના કારણે સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યુ.

સુખસર તા.05

ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં ટુ-ફોર વ્હીલર વાહન ચાલકોને છૂટો દોર મળતા દિન- પ્રતિદિન વાહન અકસ્માતોની વણથંધી વણઝાર નિરંતર ચાલુ રહેવા પામેલ છે.એક અકસ્માત બનાવની શાહી જ્યાં સુકાતી નથી ત્યાં જ બીજો અકસ્માતનો બનાવ બની રહ્યો છે. જેમાં વધુ એક બનાવ ફોરવીલર ગાડી ના ચાલકે મોટા નટવાના ત્રણ મોટરસાયકલ સવારોને અડફેક્ટમાં લઈ અકસ્માત નોતરતા એક આશાસ્પદ 24 વર્ષીય યુવાનને પેટમાં ગંભીર ઇજાઓના લીધે સારવાર મળે તે પહેલા જ મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે બે યુવાનોને ઓછીવત્તી ઇજાઓ પહોંચતા સારવાર લઇ રહ્યા જાણવા છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામે પલિતપુર ફળિયામાં રહેતા અર્જુનભાઈ સડિયાભાઈ બામણીયા (ઉ.વ.24) નાઓ મંગળવાર રાત્રિના સવા બારેક વાગ્યાના અરસામાં સુખસર થી નાની ઢઢેલી જતા માર્ગ ઉપર બે મિત્રો સાથે પરત ઘરે જઈ રહ્યા હતા.તેવા સમયે પાછળથી આવેલ ફોરવીલર ગાડીના ચાલકે પોતાની ગાડીને પુરપાટ દોડાવી લાવી અર્જુનભાઈના કબજાની ગાડીને નાની ઢઢેલી જતા માર્ગ ઉપર જાંબુડી જતા આરસીસી રસ્તા પાસે અડફેટમાં લેતા ત્રણ મિત્રો મોટરસાયકલ ઉપરથી ફંગોળાઈ રસ્તાની સાઈડમાં પડ્યા હતા.જેમાં અર્જુનભાઈ બામણીયાને પેટના ભાગે આંતરિક ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.જ્યારે સાથેના સતિષભાઈ નારસિંગભાઈ બામણીયા તથા રાહુલભાઈ પ્રકાશભાઈ કિશોરી બંને રહે.મોટાનટવાને હાથે તથા શરીરે વત્તી ઓછી ઇજાઓ પહોંચવા પામી હતી.આ અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરતા તાત્કાલિક અકસ્માત સ્થળે જઈ ત્રણેય ઇજા ગ્રસ્તોને સારવાર માટે સુખસર સરકારી દવાખાનામાં લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર બાદ અર્જુનભાઈ બામણીયાને પેટમાં ગંભીર આંતરિક ઇજાઓ પહોંચતા સંતરામપુર ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જ્યાં સારવાર મળે તે પહેલા જ અર્જુનભાઈ બામણીયાનું પ્રાણ પખેરૂ પડી ગયું હતું.જ્યારે સતિષભાઈ તથા રાહુલભાઈને સુખસર સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી હતી.ફોરવીલર ગાડી ના ચાલકે મોટરસાયકલને અકસ્માત બાદ 20 થી 25 મીટર સુધી મોટરસાયકલને રસ્તા પર ઘસેડી હતી નું પણ જાણવા મળે છે.મૃતક યુવાન બી.એસ.સી બાદ હાલ બી.એડ માં અભ્યાસ કરી રહ્યા હતા.અને જેઓનું આકસ્મિક મોત નીપજતા પરિવારમાં રોકકળ મચી જવા પામી છે.

મૃતક અર્જુનભાઈ બામણીયાની લાશને સુખસર સરકારી દવાખાનામાં પીએમ અર્થે લાવવામાં આવી છે.અને જેની જાણ સુખસર પોલીસને કરવામાં આવતા સુખસર પોલીસે અકસ્માત કરી ભાગી છૂટેલા અજાણ્યા ફોરવીલર ગાડીના ચાલકની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!