Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં માઁ દશામાંની વિવિધ જાતની મૂર્તિઓને શણગાર કરી ભક્તોમાં જોવાતો અનેરો ઉત્સાહ.

July 27, 2022
        860
ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં માઁ દશામાંની વિવિધ જાતની મૂર્તિઓને શણગાર કરી ભક્તોમાં જોવાતો અનેરો ઉત્સાહ.

બાબુ સોલંકી, સુખસર

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં માઁ દશામાંની વિવિધ જાતની મૂર્તિઓને શણગાર કરી ભક્તોમાં જોવાતો અનેરો ઉત્સાહ.

ગુરુવારથી શરૂ થતા માં દશામાના વ્રત પૂર્ણ થયેલ મૂર્તિઓને ઊંડા જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે.

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં માઁ દશામાંની વિવિધ જાતની મૂર્તિઓને શણગાર કરી ભક્તોમાં જોવાતો અનેરો ઉત્સાહ.

સુખસર,તા.27

    શ્રાવણ માસ ચાલુ થતાં ધાર્મિક તહેવારોની સિઝનપણ ચાલુ થઈ જાય છે.દશામાંના તહેવારની ઉજવણી અમાવશથી ચાલુ થાય છે.સમગ્ર હિન્દુ આસ્થા મુજબ જિલ્લામાં સમગ્ર ગુજરાતમાં તેમજ સમગ્ર ભારત વર્ષમાં દશામાંના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.છેલ્લા બે વર્ષ દરમ્યાન કોરોનાને લીધે સીમિત માત્રામાં તહેવારની ઉજવણી કરવામાં આવતી હતી.પણ આ વર્ષે મૂર્તિકારો છૂટથી મૂર્તિઓ વેચવા માર્કેટમાં આવેલ છે.તેમના પાસે રંગ બીરંગી નાની-મોટી દરેક પ્રકારની મૂર્તિઓ શણગાર કરી સજાવી રહેલ હોવાનું જોવા મળી રહ્યું છે.વિવિધ જાતની મૂર્તિઓ જોઇ માઁ દશામાંના ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો જોવા મળી રહેલ છે.તેથી ભક્તોના દિલમાં ખુશીનો માહોલ જોવા મળી રહેલ છે. 

    ધાર્મિક શાસ્ત્રો મુજબ માઁ દશામાંના વ્રતનો તહેવાર અમાવાસથી શરૂ થાય છે.માઁ દશામાના ભક્તો દશ દિવસ સુધી દશામાંની સ્થાપના પોતાના ઘરે કે ગામમાં કરવામાં આવે છે.રોજ સવારે પવિત્ર થઈ માઁ દશામાના ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે છે.અને દસ દિવસ સુધી માઁ દશામાંની સેવા પૂજા કરવામાં આવે છે.અને અમુક વિસ્તારોમાં તો રોજ માઁ દશામાંના ગરબા તેમજ જાગરણ પણ કરવામાં આવે છે.  

     સુખસર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ માઁ દશામાંના તહેવારને લઈ અનેરો ઉત્સાહ જોવાઈ રહ્યો છે.હવે બે દિવસો બાકી રહેલા હોવાથી માઁ દશામાંના ભક્તોનો મૂર્તિ લેવા માટે ઘસારો જોવા મળી રહેલ છે.આમ ભાવિક ભક્તો અને મૂર્તિકારોમાં અનેરો ઉત્સાહ જોવાઈ રહેલો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!