બાબુ સોલંકી, સુખસર
ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવા શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું
મહીસાગર જિલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય ચાલુ કરવા રજૂઆત કરાઈ.
સુખસર,તા.21
ઉત્કર્ષ ફાઉન્ડેશનના પ્રમુખ ડો.નરેશ જી મોરિયા દ્વારા કુબેરસિંહ ડીંડોરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું .
પંચમહાલ જિલ્લામાંથી વિભાજન થઈ મહીસાગર જીલ્લો બન્યો.અને લુણાવાડા ને જિલ્લા મથકનો દરજ્જો આપવામાં આવ્યો. ત્યારથી અત્યાર સુધીમા લુણાવાડા ખાતે સરકાર શ્રી દ્વારા તમામ ક્ષેત્રે વિકાસ કર્યો થઈ રહ્યો છે.લુણાવાડા ખાતે જનરલ હોસ્પિટલ,સરકારી ન્યાયાલય, જિલ્લા સેવા સદન,જિલ્લા પંચાયત ,આર. ટી.ઓ જેવી પાયાગત અને જરૂરી સેવાઓ સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે.વધુમાં હાલમાં મહીસાગર ખાતે શૈક્ષણિક ક્ષેત્રે ઘણી બધી સરકારી ગ્રાન્ટ ઈન ઈએડ અને ખાનગી શાળાઓ આવેલી છે.જેમાં ખાસ કરીને ખાનગી શાળાઓમાં સ્વાભાવિક રીતે સરકારી શાળાઓ કરતા ફીનું ધોરણ વધુ હોય છે.જેના લીધે ગરીબી રેખા હેઠળના વિદ્યાર્થીઓ તેમજ પછાત વર્ગના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવવાની ઈચ્છા હોવા છતાં આર્થિક સમસ્યાને લીધે શિક્ષણ મેળવી શકતા નથી.ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે.પરંતુ મહીસાગર જિલ્લામાં હજુ સુધી કેન્દ્રીય વિદ્યાલય શરૂ થઈ નથી.”સબકા સાથ,સબકા વિશ્વાસ”એ સૂત્રને ચરિતાર્થ કરતા મહીસાગર જિલ્લામાં પણ આર્થિક રીતે પછાત વર્ગના બાળકોના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઓછા ખર્ચમાં શિક્ષણ મળી રહે તે માટે ઉત્કર્ષ ફાઉન્ડેશન દ્વારા કેન્દ્રીય વિદ્યાલય શરૂ કરવામાં આવે તેવું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.