
બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે બેન્ક ઓફ બરોડામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.
રક્તદાન શિબિરમાં બેંક ઓફ બરોડા સુખસર શાખાના કર્મચારીઓ સહિત બેંકના બી.સી અને અન્ય મળી કુલ 35 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું.
સુખસર તા.21
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બેંક ઓફ બરોડામાં આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ સંચાલિત ડૉ. મોહસીનભાઈ.એસ. લેનવાલા વોલન્ટરી બ્લડ બેન્ક દાહોદ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 35 જેટલા રક્તદાતા ઓએ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દી લોકોને સહભાગી થવા આજના વૈજ્ઞાનિક અને ઝડપી પ્રગતિના વર્તમાન સમયમાં પણ જેનો વિકલ્પ નથી એવા મનુષ્ય દેહમાં પોષણ,રક્ષણ અને અસ્તિત્વ માટે બુઝાવા તરફ જતી કંઈક જિંદગીઓના દીપને પુનઃ પ્રભાવિત કરવા અત્યંત આવશ્યક રક્તનું મહામુલુ દાન કરી ઉમદા કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ આજરોજ બેંક ઓફ બરોડા સુખસર શાખામાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ દ્વારા રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બેંકના સ્ટાફ સહિત બેંકના બી.સી તેમજ અન્ય કેટલાક બાહ્ય લોકોએ રક્તદાન શિબિરમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આજની રક્તદાન શિબિર કેમ્પમાં 35 જેટલા રક્તદાતા હોય રક્તદાન કર્યું હતું.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ સંચાલિત ડૉ.મોહસીનભાઈ એસ.લેનવાલા વોલન્ટરી બ્લડ બેન્ક દાહોદ દ્વારા બેંક ઓફ બરોડા સુખસર શાખામાં યોજાયેલ કેમ્પમાં રેસકોસ સોસાયટીના રાજ્ય પ્રતિનિધિ જવાહરભાઈ શાહ,બ્લડ બેન્ક કન્વીનર એન.કે.પરમાર,રજનીભાઈ તથા બ્લડ બેન્ક સ્ટાફના કર્મચારીઓ એ હાજર રહી પ્રશંસનીય કામગીરી કરી હોવાનું જાણવા મળે છે.