સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૃતક પોલીસકર્મીના પરિવારને SBI બેંક તરફથી રૂ.1 કરોડનો ચેક એનાયત*

Editor Dahod Live
1 Min Read

*સુખસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મૃતક પોલીસકર્મીના પરિવારને SBI બેંક તરફથી રૂ.1 કરોડનો ચેક એનાયત*

*રાજ્ય પોલીસ વડા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વચ્ચે થયેલા એમ.ઓ.યુ અનુસાર પરિવારને વિશેષ વીમા સુરક્ષા હેઠળ લાભ અપાયો*

સુખસર,તા.4

 દાહોદ જિલ્લા ના સુખસર પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સ્વ.જિતેન્દ્રભાઈ સોમાભાઈ મછાર (રહે.ઝાબપૂર્વ,તા.સુખસર,જી. દાહોદ)નું પોતાના કબજાની બલેનો કારમાં ફતેપુરા થી પરત સુખસર આવતા સમયે રસ્તામાં કંકાસિયા ગામે વળાંકમાં ઉપરથી કાબુ ગુમાવતા કાર વૃક્ષ સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત નડ્યો હતો.અને માર્ગ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હતું.

           ગુજરાત રાજ્ય પોલીસ વડા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અનુસાર, જો કોઈ પોલીસ કર્મચારીનું SBIમાં સેલેરી એકાઉન્ટ હોય અને ચાલુ ફરજ દરમિયાન તેમનું અવસાન થાય, તો તેમના પરિવારને વિશેષ વીમા સુરક્ષા હેઠળ રૂ.1 કરોડ સહિતના અન્ય લાભો મળવાપાત્ર બને છે.

આ અનુસંધાને ગુરુવારના રોજ દાહોદ ખાતે પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સ્વ.જિતેન્દ્રભાઈ મછારના પત્નીને SBI બેંક તરફથી મળવાપાત્ર રૂ.1 કરોડના સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ, SBI બેંકના પ્રતિનિધિઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ વિભાગ અને SBI દ્વારા મૃતકના પરિવારને આર્થિક સંબળ પૂરું પાડવાના આ પ્રયાસને માનવતાપૂર્ણ અને સંવેદનશીલ પહેલ તરીકે આવકારવામાં આવ્યો હતો.

Share This Article