બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના સુખસર ખાતે આવેલ બેંક ઓફ બરોડાના 115 માં સ્થાપના દિન નિમિત્તે આશ્રમ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ અપાઇ.
સુખસર ખાતે આવેલ મકવાણના વરુણા આશ્રમશાળા ખાતે અભ્યાસ કરતા 190 બાળકોને નોટબુક,પેન્સિલ,પેન,રબર,સંચો તથા પાટીયુ વિગેરેની કીટ આપવામાં આવી.
કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા સુખસર શાખાના મેનેજર,સ્ટાફ,બેંકના બી.સી સભ્યો તથા સુખસરના સરપંચ નરેશભાઈ કટારા હાજર રહ્યા.
સુખસર,તા.20
બેંક ઓફ બરોડા ના 125 માં સ્થાપના દિન નિમિત્તે આજરોજ બેંક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં આશ્રમશાળા ખાતે અભ્યાસ કરતા તમામ બાળકોને કીટની ફાળવણી કરાતા બાળકોમાં આનંદ જોવા મળ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બેન્ક ઓફ બરોડાની સ્થાપના ના 115 માં સ્થાપના દિન નિમિત્તે આજરોજ બેંક ઓફ બરોડા સુખસર શાખા દ્વારા સુખસર પાસે આવેલ મકવાણાના વરુણા આશ્રમ શાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તેમાં હાલ હાજર 190 જેટલા બાળકો અને બાળકીઓને તેનો લાભ આપવામાં આવ્યો હતો.અને મકવાણા ના વરુણા આશ્રમશાળા ખાતે અભ્યાસ કરતા બાળકોને અભ્યાસમાં ઉત્તરોતર પ્રગતિ કરી સિદ્ધિના સોપાનો સર કરી આગળ વધવા બેંકના કર્મચારીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
કીટ વિતરણ કાર્યક્રમમાં બેંક ઓફ બરોડા સુખસર શાખાના મેનેજર વિશ્વાસ ગુપ્તા,બેંકના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં સુખસર બેંકના બી.સી સહિત સુખસર ગ્રામ પંચાયતના સરપંચ નરેશભાઈ કટારાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.