સુમિત વણઝારા
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ સગીરાઓના લગ્નની લાલચે અપહરણ ..
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના બે જુદા જુદા સ્થળોએથી બે સગીરાઓને લગ્નની લાલચે યુવકો દ્વારા અપહરણ કરી લઈ નાસી જતાં જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણવા મળે છે.
સગીરાના અપહરણનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના કેલીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી મેના રોજ ધાનપુર તાલુકાના બોગડવા ગામે ડુંગર ફળિયામાં રહેતાં જસવંતભાઈ રમેશભાઈ પટેલે દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાના અપહરણનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ડુંગરી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૩મી જુનના રોજ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નવાગામ સુલીયાત ગામે રહેતો પ્રકાશભાઈ બળવંતભાઈ મછારે ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.