
કપિલ સાધુ, સંજેલી
સંજેલી તાલુકાના કણભા ગામે છોકરી પર સોંપવા મામલે મારક હથિયારો સાથે આવેલા 11 વ્યક્તિઓના ટોળાનો હુમલો:મકાનમાં તોડફોડ..
દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે છોકરી પરત સોંપવાના મામલે ૧૧ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી એકના ઘરે આવી ઘર ઉપર પથ્થર મારો કરી ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૧૯મી જુલાઈના રોજ ઝાલોદ તાલુકાના સીમળીયા ગામે મહેલીયા ફળિયામાં રહેતાં લાલસીંગભાઈ સુરસીંગભાઈ કિશોરી, નવરસીંગલાલસીંગ ભાઈ કિશોરી, રસીયાભાઈ ભુરસિંગભાઈ કિશોરી તથા તેમની સાથે અન્ય ઈસમો મળી કુલ ૧૧ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી સંજેલી તાલુકાના કરંબા ગામે નવીપુરી ફળિયામાં રહેતી સમસુભાઈ તીજીયાભાઈ ચરપોટના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, છોકરી લઈ ગયેલ હોઈ જે છોકરીને પરત કેમ સોંપતાં નથી, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને છુટ્ટા પથ્થરો સમસુભાઈના ઘર ઉપર મારી, ઘરમાં ટોળુ ઘુસી જઈ તોડફોડ કરી નુકસાન પહોંચાડી, મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે સમસુભાઈ તીજીયાભાઈ ચરપોટે સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.