કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા પંચાયત ભવનનું અંતે સાંસદના હસ્તે લોકાર્પણ….
સીંગવડ તા.25
સિંગવડ તાલુકા પંચાયત ભવન તે 25 4 22 ના રોજ સવારે 10 વાગ્યે પ્રવેશ કરવામાં આવ્યો જેમાં 20 4 22 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવ્યા હતા તે સમયે ત્યાંથી લોકાર્પણ કરી દેવામાં આવ્યો હતો તેમ સાંસદ દ્વારા જણાવાયું જ્યારે હવે વિધિવત રીતે 25 4 22 ના રોજ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડા ધારાસભ્ય શૈલેશ ભાઈ ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર ઉપ પ્રમુખ લીલાબેન ન્યાય સમિતિના ચેરમેન કારોબારી સમિતિના ચેરમેન ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વસાવા પૂર્વ પ્રમુખ ck કિશોરી સિંગવડ તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મહેન્દ્ર પટેલ મહા મંત્રીઓ ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લા ઉપપ્રમુખ એન ડી પટેલ તાલુકા શિક્ષણ અધિકારી સરોજબેન જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સરપંચો તાલુકા પંચાયત સ્ટાફ મામલતદાર સ્ટાફ આરોગ્ય વિભાગ સ્ટાફ પ્રાથમિક શિક્ષક સ્ટાફ icds તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ શરૂઆતનાં નાની બાલિકાઓ દ્વારા આવેલા મહેમાનો કંકુનું તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી આવેલા મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યું જિલ્લા માંથી આવેલા અધિકારી દ્વારા સાંસદ જશવંતસિંહ ભાભોર ને માળા પહેરાવી ને સ્વાગત કરવામાં આવ્યું ધારાસભ્ય શૈલેશ ભાભોર નું ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી વસાવા દ્વારા માળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું તાલુકા પંચાયત પ્રમુખ તથા આવેલા જિલ્લા પંચાયત સભ્યો વગેરેનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું સાંસદ દ્વારા તાલુકા મા અદ્યતન સુવિધાવાળું તાલુકા પંચાયત ભવન બનાવ્યું છે અને તેને ધ્યાનમાં રાખીને નાના મોટા અરજદારોના કામો ફટાફટ થાય અને અરજદારો ધક્કા ખાઇને પાછો જવાનો વારો નહીં આવે તેમ સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યાર પછી સાંસદ ધારાસભ્ય તથા પ્રમુખ પૂર્વ પ્રમુખ વગેરે દ્વારા રીબીન કાપીને તાલુકા પંચાયત ભવન માં અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો પ્રમુખ કાંતાબેન ડામોર તથા ઉપપ્રમુખ લીલાબેન દ્વારા તેમની ઓફિસમાં પોતાની ખુરશી પર બેસીને કામોનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો પછી શિક્ષણ ખાતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી icds મનરેગા શાખા બાંધકામ શાખા સંકલિત બાલ વિકાસ શાખા વગેરે શાખાઓનું પ્રમુખ કાંતાબેન ડામોર તથા દાહોદ જિલ્લા ભાજપ જનતા પાર્ટી ઉપાધ્યાય એન ડી પટેલ ફુલસિંગભાઈ ડામોર વગેરે દ્વારા રીબીન કાપી નાળિયેર વધેરીને વિધિવત રીતે જે તે ખાતાના અધિકારીઓ પોતાની ઓફિસમાં બેસીને આજથી કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું આવેલા મહેમાનોને નાસ્તો કરાવ્યો હતો નવી તાલુકા પંચાયત ભવન સારું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે પરંતુ તેને જાળવી રાખીને તેને સ્વચ્છ રાખવામાં આવશે તો આ બિલ્ડિંગ સારું રહેશે અને ત્યાં પણ વ્યવસ્થા ગોઠવી અને વૃક્ષો રોપવામાં આવશે તો ત્યાં આવનાર અરજદારોને ઠંડક માં બેસવાનું મળી રહેશે જ્યારે તાલુકા પંચાયતમાં જવા માટે રસ્તો પણ વહેલી તકે બનાવવામાં આવે તો લોકોને ઉબડખાબડ રસ્તા માં જવું નહીં પડશે