
કલ્પેશ શાહ :- સિંગવડ
સીંગવડ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં મધ્યાન ભોજન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા
સીંગવડ તા.31
સિંગવડ તાલુકામાં તથા ગુજરાતમાં બે વર્ષ પછી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ટાઈમે ભોજન આપવામાં આવતું હતું.જે કોરોના મહામારીના લીધે બે વર્ષ જેવું બંધ રહ્યું હતું.જ્યારે હવે કોરોનાની મહામારી બંધ થઇ જતાં ફરીથી પ્રાથમિક શાળામાં બે વર્ષ પછી મધ્યાહન ભોજન કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યા છે.મધ્યાહન ભોજન કેન્દ્ર ચાલુ થતા વિદ્યાર્થીઓને જમવા માટે ઘરે નહીં જવું પડે અને તે શાળામાં જમીને ભણે તે માટે મધ્યાન ભોજન કેન્દ્રો ફરીથી ચાલુ કરવામાં આવ્યા હતા જ્યારે આ પ્રાથમિક શાળા મધ્યાન ભોજન કેન્દ્ર ચાલુ થતા મામલતદાર સિંગવડ તથા નાયબ મામલતદાર દ્વારા ચુંદડી પ્રાથમિક શાળા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સિંગવડ દ્વારા પીપળિયા પ્રાથમિક શાળા નાયબ મામલતદાર ઈ-ધરા બોરગોટા પ્રાથમિક શાળા પુરવઠા નાયબ મામલતદાર દ્વારા દાસા પ્રાથમિક શાળા જ્યારે વિસ્તરણ અધિકારી તાલુકા પંચાયત દ્વારા સિંગવડ પ્રાથમિક શાળા મધ્યાન ભોજન ચાલુ કરવામાં આવ્યું હતું.સાથે આ તમામ અધિકારીઓ દ્વારા શાળાના બાળકો સાથે મધ્યાન ભોજનનો સ્વાદ માણ્યો હતો.