રાજેશ વસાવે :- દાહોદ
*સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 દરમિયાન આરોગ્ય વિભાગની સતર્ક કામગીરી*
દાહોદ તા. ૨૬
સ્થાનિક સ્વરાજ્યના લોકશાહી પર્વ–2026 અંતર્ગત દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના રાણીપુરા અને કાળીડુંગરી ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ઉત્તમ અને સતર્ક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

રાણીપુરા , કાળીડુંગરી પ્રાથમિક શાળામાં ચાલી રહેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વધતી ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બુથ પર આવતા મતદારોને ORS પીવડાવવામાં આવ્યું હતું। ઉપરાંત, મતદારોના આરોગ્યની જરૂરી તપાસ કરી તેમને પ્રાથમિક સારવાર અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ કામગીરીના પરિણામે મતદારોમાં સુરક્ષા અને આરોગ્ય પ્રત્યે વિશ્વાસ વધ્યો છે તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ આરોગ્ય સંબંધી સમસ્યા ઉભી ન થાય તે માટે યોગ્ય તકેદારી રાખવામાં આવી છે
આરોગ્ય વિભાગની આ કામગીરી લોકશાહી પર્વને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
