*25 વર્ષની સરકારી નોકરી છોડી રાજકારણમાં એન્ટ્રી કરનાર રમેશ ડામોરનો ભવ્ય વિજય, મોટીરેલમાં ભાજપનો ઝંડો લહેરાયો*
દાહોદ તા. ૨૮
ફતેપુરા તાલુકાની મોટીરેલ જિલ્લા પંચાયત સીટ પર એક પ્રેરણાદાયક અને પરિણામ સામે આવ્યું છે. 25 વર્ષથી વધુ સમય સુધી સરકારી નોકરીમાં સેવા આપ્યા બાદ રાજકારણમાં પ્રવેશ કરનાર ભાજપના ઉમેદવાર રમેશ ખાતુભાઈ ડામોરે ભવ્ય વિજય મેળવી પોતાની લોકપ્રિયતા સાબિત કરી છે.
રમેશ ડામોરે આઈ.ટી.આઈ. ઇન્સ્ટ્રક્ટર તરીકે લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. બાદમાં તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો અને લોકોની સેવા માટે રાજકારણનો માર્ગ પસંદ કર્યો. તેમની આ હિંમતભરી પસંદગીને મતદારો દ્વારા જોરદાર સમર્થન મળ્યું છે.
ચૂંટણી પૂર્વે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે તેમણે સમર્થકોની ભારે હાજરી વચ્ચે ઉમેદવારી નોંધાવી હતી.
હવે પરિણામોમાં રમેશ ડામોરે ભવ્ય જીત હાંસલ કરતા મોટીરેલ સીટ પર ભાજપનો કબજો મજબૂત થયો છે. તેમના વિજયને લોકોની સેવા માટેના વિશ્વાસ અને વર્ષોની મહેનતનું ફળ માનવામાં આવી રહ્યું છે.
આ વિજય સાથે ફતેપુરા તાલુકામાં ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે અને રાજકીય દિશામાં મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે.
