
રાહુલ ગારી ગરબાડા
ગરબાડા તાલુકાના ભે અને દાદુર ગામ ખાતે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરાયું..
ગરબાડા તા.31
ગરબાડા તાલુકાના ભે અને દાદુર ગામ ખાતે નવીન ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.જેમાં ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ મનીષાબેન અર્જુનભાઈ ગણાવા દ્વારા ભે ગામ ખાતે 18 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત અને દાદુર ગામ ખાતે14 લાખના ખર્ચે નવીન ગ્રામ પંચાયત નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ વેળાએ ભે ગામના સરપંચ તેમજ દાદૂર ગામ ના સરપંચ સહિત ગરબાડા તાલુકા APO કલ્પેશભાઈ જાટવા સહિત તાલુકા સભ્યો અને ગામ લોકોની ઉપસ્થિતમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.