સુખસરમાં ખારી નદી ઉપર બનતા નવીન પુલમાં વહીવટી તંત્ર તથા કોન્ટ્રાક્ટરની મનમાની ચલાવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ* *પુલના નિર્માણમાં નિયમો વિરુદ્ધ જઈ પુલને એક બાજુ ત્રાસો કરાતા સ્મશાનની સરહદમાં દબાણની શક્યતા જણાતા લોકોની ધાર્મિક લાગણી દુભાય છે*

Editor Dahod Live
2 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*સુખસરમાં ખારી નદી ઉપર બનતા નવીન પુલમાં વહીવટી તંત્ર તથા કોન્ટ્રાક્ટરની મનમાની ચલાવતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ*

*પુલના નિર્માણમાં નિયમો વિરુદ્ધ જઈ પુલને એક બાજુ ત્રાસો કરાતા સ્મશાનની સરહદમાં દબાણની શક્યતા જણાતા લોકોની ધાર્મિક લાગણી દુભાય છે*

સુખસર,તા.4

  સુખસરમાં ખારી નદી ઉપર બની રહેલા નવીન પુલના બાંધકામમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે.સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ પુલના નિર્માણ દરમ્યાન નિયમોના વિરુદ્ધ જઈને એક બાજુ ત્રાસો કરવામાં આવ્યો છે. તેમજ આ બંધાઈ રહેલા પુલમાં જે પ્રમાણે લોખંડ વપરાશ કરવાનુ હોય તેમાં પણ ખાઈકી થતી હોવાની ચર્ચા સાંભળવા મળે છે.તેમજ આ ત્રાસો રસ્તો સ્મશાનની દિવાલમાં ઘુસાડવામાં આવી રહ્યો છે.જેના લીધે સ્થાનિકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી હોવાનું પણ સાંભળવા મળે છે

          સ્થાનિકોના જણાવ્યા અનુસાર જવાબદાર વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની મનમાની કામગીરીને કારણે ભવિષ્યમાં રોડની લાઈનિંગ કરવામાં આવશે ત્યારે આસપાસના રહેવાસીઓ અને જમીન ધારકોને ભારે નુકસાન વેઠવું પડી શકે તેવી પણ ચર્ચા સાંભળવા મળે છે.ખાસ કરીને સ્મશાનની સીમા સાથે ચેડાં થવાથી ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી હોવાનું લોકોનું કહેવું છે.સ્થળ ઉપર સુરક્ષા વ્યવસ્થાનો અભાવ,ખુલ્લા ખાડા અને બેરિકેટીગ વગરનું કામ લોકો માટે જોખમ ઉભું કરી રહ્યું છે.બાંધકામની ગુણવત્તા અને માપદંડો અંગે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. તેમજ આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોય વાહન ચાલકોમાં પણ નારાજગી જોવા મળે છે. અને આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ થશે કે કેમ તેવા પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે.

              આ પુલની બાંધ કામગીરીમાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને તેઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે,પુલના બાંધકામની તાત્કાલિક તપાસ કરી નિયમ મુજબ કામ કરવામાં આવે.તેમજ જવાબદાર અધિકારીઓ ની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી કામગીરી ની તટસ્થ તપાસ કરી કસુર જણાય તો કોન્ટ્રાક્ટની સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી રહી છે.હાલ સુધી સંબંધિત વિભાગ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.પરંતુ સુખસર સહિત પંથકની પ્રજામાં પુલની બાંધ કામગીરીમાં જે નારાજગી જોવા મળી રહી છે.તેના પ્રત્યે લાગતા વળગતા તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાયતો તાત્કાલિક દખલ જરૂરી બની છે.

Share This Article