રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં પોલીસનો સપાટો: દારૂના ધંધામાં ‘બાપ-બેટા’ની જોડી જેલના સળિયા પાછળ, PASA હેઠળ લેવાયા આકરા પગલાં!
દાહોદ તા. ૪
દાહોદ જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો પર લાલ આંખ કરી છે. ગરબાડાના કુખ્યાત બુટલેગર પિતા-પુત્રની જોડીને પોલીસે પાસા (PASA) હેઠળ જેલ ભેગી કરી દેતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે જેમાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે 
લાંબા સમયથી પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા અને પોલીસની યાદીમાં મોખરે રહેલા બે બુટલેગરો સામે દાહોદ એસપી અને પંચમહાલ રેન્જ આઈ.જી.ની સૂચનાથી કડક કાર્યવાહી કરવામાં આવી છે મુકેશભાઈ કનુભાઈ પંચાલ (પિતા) જામનગર જેલ હવાલે તેમજ અતુલભાઇ મુકેશભાઈ પંચાલ (પુત્ર) ભરૂચ જેલ હવાલે કરવામાં આવ્યા છે
આ પિતા-પુત્રની જોડી માત્ર દારૂ વેચતી જ નહીં, પણ મોટા પાયે હેરાફેરી અને અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલી હતી.અતુલ પંચાલ (પુત્ર):ગરબાડા અને જેસાવાડા પોલીસ સ્ટેશનમાં અનેક પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે મુકેશ પંચાલ (પિતા)દારૂની હેરફેરી અને ગેરકાયદેસર વેચાણના અનેક કેસોમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી (પંચમહાલ ગોધરા રેન્જ) અને દાહોદ એસપી રવિરાજસિંહ જાડેજા દ્વારા આ બુટલેગરો વિરુદ્ધ પાસાનું પ્રપોઝલ જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવ્યું હતું. જેને ધ્યાને રાખી દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ બી. નિર્ગુડે દ્વારા તુરંત પાસા હેઠળ ધરપકડના આદેશો જારી કરવામાં આવ્યા હતા.જેમ અલગ-અલગ જેલમાં પિતાને જામનગર અને પુત્રને ભરૂચ જેલમાં મોકલી બંનેના નટવર્કને તોડી પાડવામાં આવ્યું બંને આરોપીઓ પોલીસના ‘લિસ્ટર બુટલેગર’ ની યાદીમાં સામેલ હતા. ગરબાડા પોલીસની આ કામગીરીથી દારૂના ધંધા સાથે સંકળાયેલા અન્ય તત્વોમાં અત્યારે સન્નાટો છવાઈ ગયો છે.
