
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા:ભ્રષ્ટાચાર મુક્ત ગરબાડાના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા કાઢી..
ગરબાડા તા.30
ભ્રસ્ટાચાર મુક્ત ગરબાડા ના સંકલ્પ સાથે તેમજ ગરબાડા પંથકમાં રસ્તા પાણી જેવી પ્રથામિક સુવિધાઓ પુરી પાડવામાં વામણા પુરવાર થયેલા ભાજપ કોંગ્રેસના થયેલા ભ્રસ્ટાચાર સહિતના આક્ષેપો કરી આમ આદમી પાર્ટી દ્રારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી
આગામી સમયમાં આવી રહેલા વિધાનસભાની ચૂંટણીને ધિયાને લઈને દિલ્હી બાદ પંજાબમાં પ્રચંડ બહુમતના વિજય બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી દ્રારા તૈયારીઓ જોર શોરથી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આમ આદમી પાર્ટી દ્રારા ભ્રસ્ટાચાર મુક્ત ભારત ભ્રસ્ટાચાર મુક્ત ગુજરાત તેમજ ભ્રસ્ટાચાર મુક્ત ગરબાડાના સંકલ્પ સાથે આજરોજ ગરબાડા પંથકમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા વિધાન સભાના પ્રભારી હાર્દિક સોલંકી આપ દાહોદ જિલ્લા સહ સંગઠન મંત્રી મહેસુલ ભાઈ માવી આપ ગરબાડા પ્રમુખ ગોરધન ભાઈ. મંડોડ આપ ગરબાડા મહામંત્રી સોમસિંગ બારીયા યુવા પ્રમુખ કોશિક ભાઈ બામણીયા તેમજ તાલુકાના કાર્યકર્તાઓની ઉપસ્તિથીમાં ગરબાડા મુકામે તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી અંદાજે 50 જેટલી બાઈકો સાથે નીકળેલી તિરંગા યાત્રા ગરબાડા ગામમાં ફરી હતી તે બાદ વિધાનસભાના પ્રભારી હાર્દિક સોલંકીએ જણાવ્યું હતુંકે દિલ્હી બદલ્યું છે પંજાબ બદલ્યું છે હવે ગુજરાતનો વારો છે ગરબાડા પંથકમાં પીવાના પાણીની સમસ્યા છે રસ્તાઓમાં ખાડા પડેલા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ ભ્રસ્ટાચારી છે તેવા આક્ષેપો સાથે ગરબાડા ગામમાંજ તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું