Saturday, 27/07/2024
Dark Mode

સીંગવડ તાલુકાના ભુતખેડી ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાતા પરિવારજનો ચિંતાતુર

February 26, 2022
        1255
સીંગવડ તાલુકાના ભુતખેડી ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાતા પરિવારજનો ચિંતાતુર

કલ્પેશ શાહ :- સિંગવડ

સીંગવડ તાલુકાના ભુતખેડી ગામના એક વિદ્યાર્થી યુક્રેનમાં ફસાતા પરિવારજનો ચિંતાતુર 

સીંગવડ તા.26

સીંગવડ તાલુકાના ભુતખેડી ગામે રહેતા હર્ષદભાઈ જયસ્વાલના પુત્ર અક્ષય હર્ષદભાઈ જયસ્વાલ ઉંમર 22 એમબીબીએસ ભણવા માટે યુક્રેનમાં અભ્યાસ કરે છે.જે હમણાં પાંચ મહિના પહેલાં જ યુક્રેન ખાતે ગયેલ છે.જ્યારે હમણાં રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ ચાલતી હોવાના લીધે આ વિદ્યાર્થી ફસાઈ જતા તેમના વાલી દ્વારા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરે રજૂઆત કરવામાં આવી હતી.

જેમાં સાંસદ દ્વારા દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયની ઓફિસને જાણ કરીને તેમને તાત્કાલિક હેમખેમ પરત લાવવા માટે ના ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે આ વિદ્યાર્થીના પરિવારની હાલત સ્થિતિ ખૂબ જ ચિંતિત બની ગઈ છે.જ્યારે તેમના પરિવારને પોતાના પુત્ર ની જોડે વાતચીત થાય છે પરંતુ તેમના પુત્ર નું કહેવું છે કે તે રહે છે તેનાથી 7 થી 8 કિલોમીટરના અંતરે દૂરે બોમ્બ ધડાકાના અવાજ સંભળાતા વિદ્યાર્થીને ચિંતા થાય છે અને તેમને તાત્કાલિક પોતાના વતનમાં પાછા આવા માટે આતુર બન્યા છે જ્યારે આના પહેલા આઠ જેટલા વિદ્યાર્થીઓને સાંસદ ની મદદથી હેમ કેમ પરત લાવવામાં આવ્યા છે અને બીજા ત્રણ થી ચાર વિદ્યાર્થીઓના વિદેશ મંત્રાલયને જાણ કરીને તેમને પણ લાવવા માટેના સંપર્ક ચાલુ છે તેમ જણાવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!