
કલ્પેશ શાહ :- સિંગવડ.
સીંગવડ તાલુકાના ચુંદડી ગ્રામ પંચાયતનની સરપંચની ચૂંટણી ગુજરાત સરકારના રોટેસન શિડ્યુલના નિયમ પ્રમાણે વારાફરતી ફાળવવાની માંગ સાથે આવેદનપત્ર
સીંગવડ તા. 07
સીંગવડ તાલુકાના ચુંદડી ગામના ઓબીસી સમાજને પ્રતિનિધિત્વના હક માટે આજરોજ સિંગવડ તાલુકા વિકાસ અધિકારી તથા સીંગવડ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું તેમાં સિંગવડ તાલુકા ની ચુંદડી ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી માટે પંચાયતી રાજ નો અમલ થયો ત્યાર પછી આજ દિન સુધી સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (બક્ષીપંચ) સમાજની વસ્તી સરખી હોવા છતાં આજ દિન સુધી બક્ષીપંચની સરપંચ માટે સીટ ફાળવવા માં નથી આવી ચુંદડી ગામે બક્ષીપંચ સમાજ ની વસ્તી સરખી હોવા છતાં આજ દિન સુધી તેને લાભ મળ્યો જ નથી જ્યારે આ ચુંદડી ગ્રામ પંચાયતની ચૂંટણી વખતોવખત થી એક જ જ્ઞાતિ એસટી સમાજ ની સીટ ફાળવણી કરવામાં આવે છે જ્યારે બક્ષીપંચ સમાજને અન્યાય થતો આવ્યો છે જેના લીધે આજે બક્ષી પંચના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપીને તેને ધ્યાનમાં લઈને આપ સાહેબને ગ્રામ પંચાયત ચૂંદડીમાં રોટેશન નિયમ પ્રમાણે બક્ષીપંચની સીટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું