
કલ્પેશ શાહ :- સિંગવડ
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામ નજીક ત્રિલોકનાથ મહાદેવ ના કિનારે ત્રિવેણી સંગમમાં પિતૃ શ્રાધ માટે ૩૦૦થી ૪૦૦ જેટલા માણસો દ્વારા શ્રાદ્ધ સરાવવામા આવ્યું
સીંગવડ તા.07
મોટી બાંડીબાર ગામ નજીક આવેલા ત્રિલોકનાથ મહાદેવ ની જોડે ત્રિવેણી સંગમ આવેલ છે ત્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે તેનું નામ ત્રિવેણી સંગમ રાખવામાં આવ્યું છે જ્યારે આ શ્રાદ્ધપક્ષમાં છેલ્લા અમાસના દિવસે હરિ ઓમ સેવા સમિતિ મોટી બાંડીબાર દ્વારા તથા આજુબાજુના હરિઓમ કાર્યકર્તાઓ દ્વારા હિંદુ ધર્મ વિધિ મુજબ પિતૃ સાધનો ક્રિયા કરમ બ્રાહ્મણ દ્વારા કરવામાં આવે છે તેમાં આજુબાજુના ગામડાઓમાંથી આશરે ૩૦૦ થી ૪૦૦ જેટલા લોકો આ પિતૃ શ્રાદ્ધ નો લાભ લે છે આ શ્રાધ ક્રિયા જે ચાણોદમાં થાય છે તેવી જ રીતે ત્રિલોક નાથ મહાદેવ ત્રિવેણી સંગમમાં કરવામાં આવે છે જ્યારે આ ક્રિયામાં જે ગરીબ લોકો ચાણોદ કે ઉજ્જૈન નથી જઈ શકતા તે લોકો શ્રાદ્ધ પક્ષમાં અમાસના દિવસે આ ત્રિવેણી સંગમ પર તેમના પિતૃઓના મોક્ષ માટે આ ક્રિયા અહીંયા કરવામાં આવે છે હરિ ઓમ સેવા સમિતિ દ્વારા આ ક્રિયામાં બેસવા વાળા માટે કોઈપણ રૂપિયા લેવામાં આવતા નથી બેસવા વાળા એ તેમના ઘરેથી થાળી વાટકી લોટો અને ધોતી ખાલી લાવવાની રહે છે બાકીની સામગ્રી હરિ ઓમ સેવા સમિતિ પૂરી પાડે છે જ્યારે હરિ ઓમ સેવા સમિતિ ૧૧ વર્ષથી આ કાર્ય કરે છે જેના લીધે ગરીબ લોકોને તેમના પૂર્વજોના શ્રાદ્ધ ક્રિયા કરવાનો અવસર મળે છે અને તે તેમાંથી મુક્ત થાય છે જ્યારે હરિ ઓમ સેવા સમિતિ ના અથાગ પ્રયત્નોથી આ ત્રિવેણી સંગમ લોકો આવે છે અને ત્યાં તેમના પિતૃઓને શ્રાદ્ધ ક્રિયા પૂર્ણ કરે છે અને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવામાં આવે છે જ્યારે આ હરિ ઓમ સેવા સમિતિ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે જો સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો આ ત્રિવેણી સંગમમાં પણ ચાણોદ જેમ લોકો સ્નાન કરવા આવે અને એક ધાર્મિક સ્થળ તરિકે વિકસી શકે તેમ છે જ્યારે આ ત્રિવેણી સંગમમાં આજુબાજુ ના ગામોના લોકો પણ આ ત્રિવેણી સંગમનો સ્નાન કરવાનો લાભ લઇ ત્યાં પૂજા-પાઠ કરવામાં આવે છે