કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકાના હાંડી ગામે પાકને નુકસાન કરવા બાબતે ચાર જેટલા ઈસમોનો પથ્થરમારો:એક ઈજાગ્રસ્ત
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના હાંડી ગામે મેકાઈના પાકને નુકસાન કરવા બાબતે ૪ જેટલા ઈસમોએ પથ્થર મારો કરતાં એકને માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૦૩મી નવેમ્બરના રોજ સીંગવડ તાલુકાના હાંડી ગામે રહેતાં જયંતિભાઈ રામસીંગભાઈ કીશોર, બાબુભાઈ રામસીંગભાઈ કીશોરી, અલ્પેશભાઈ નરવતભાઈ કીશોરી અને દીનેશભાઈ કોયાભાઈ કીશોરીનાઓએ પોતાના ફળિયામાં રહેતાં શારદાબેન વાલુભાઈ કિશોરીના ખેતરમાં પાઈપ લાંબા કરતાં હોય જેથી મકાઈના પાકને નુકસાન થતું જણાતાં શારદાબેને મકાઈ ભાગી જશે, શાંતીથી પાણી મુકવા સારૂં જણાવતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાયાં હતાં અને બેફામ ગાળો બોલી છુટ્ટા પથ્થરો મારતાં ચંદુભાઈને માથાના ભાગે પથ્થરો મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે શારદાબેન વાલુભાઈ કિશોરીએ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.