કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસથી ઘણા ગરીબ લોકો વંચિત
સિંગવડ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના તે ઘણા ગરીબ લોકો વંચિત રહેવા પામ્યા છે જ્યારે સરકાર દ્વારા ગરીબોને ઘરનું ઘર આપવાનું વચન આપવામાં આવી છે ત્યારે સિંગવડ તાલુકા ના સિંગવડ ગામમાં જ ઘણા પરિવાર કાચા મકાનમાં રહેવાનો વારો આવ્યો છે જેમને આજ દિન સુધી આ પ્રધાનમંત્રી આવાસ નો લાભ મળવા પામ્યો નથી જ્યારે સરકાર દ્વારા જેના પાકા મકાન છે તેમને આ પ્રધાનમંત્રી આવાસનો લાભ આપવામાં નથી આવતો પરંતુ ધાબા વાળા મકાન માલિકો દ્વારા પ્રધાનમંત્રી આવાસ લાભ લઈ રહ્યા છે જ્યારે જે નળીયા વાળા કાચા મકાન તથા ઘણા મકાન ન હોવાના લીધે તાડપટ્ટી બાંધીને રહેવાનો વારો આવ્યો છે જ્યારે ઘણા આ કાચા મકાનવાળાને તો બીપીએલમાં પણ હોવા છતાં તેમને તેનો લાભ મળતો જ નથી જ્યારે ઘણી વિધવા લાભાર્થીને પણ આ પ્રધાનમંત્રી આવાસ નો લાભ મળ્યો જ નથી જ્યારે સરકારી તંત્રને રજૂઆત કરતા તે ઓનલાઈન નહીં કરાવેલ હોય તો નહીં મળે તેમ કહેવામાં આવે છે પરંતુ આ ગામડાની ગરીબ અને અભણ પ્રજાને ક્યારે ઓનલાઇન ચાલુ થાય તે પણ ખબર નથી પડવા દેતા અને આ પ્રધાનમંત્રી આવાસ ના લાગતા લોકો દ્વારા આ પ્રધાનમંત્રી આવાસનો લાભ લઈ લેવામાં આવે છે અને ગરીબ તો ત્યાંનો ત્યાં રહી ગયો હોય તેમ લાગી રહ્યું છે જો સરકાર દ્વારા તટસ્થ પાસ કરીને આ પ્રધાનમંત્રી આવાસો ફાળવવામાં આવે તો આ ગરીબ જે કાચા નળિયાવાળા મકાનમાં અને તાડપતિ બાંધીને રહે છે તેમને તેમનો લાભ મળી શકે તેમ છે પરંતુ સરકારી તંત્રની મિલી ભગતથી પ્રધાનમંત્રી આવાસ તેમના લાગતાવળાતા લોકો તથા ધાબા વાળા મકાન માલિકોને તેનો લાભ મળે છે અને ગરીબ લાભાર્થી ને તેનો લાભ મળતો જ નથી ખરેખર સરકારી તંત્ર તટસ્થ તપાસ કરીને આ ગરીબ લોકોને તેમનો લાભ અપાવવામાં આવે તેવું એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે