
કલ્પેશ શાહ ,સિંગવડ
સિંગવડ તાલુકાની સીંગવડ ગ્રામ પંચાયત ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો.
સિંગવડ તાલુકાની સિંગવડ ગ્રામ પંચાયત ખાતે રાજકોટના એચ એન શુક્લ કોલેજ રાજકોટ દ્વારા રાજકોટના પ્રખ્યાત હોસ્પિટલના ડોક્ટરો તથા સામુલિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સૈનિક મેડમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ માટે આવનાર દર્દીઓને તપાસ કરવામાં આવી હતી જેમાં બધા જ રોગ માટે ડોક્ટર દ્વારા ચેકઅપ કરીને દવાઓ પણ નિશુલ્ક આપવામાં આવી હતી જ્યારે આ કાર્યક્રમમાં સિંગવડ ગ્રામ પંચાયત સરપંચ વહુનિયા લખીબેન બાલુભાઈ તથા ગ્રામ પંચાયત તલાટી દ્વારા ડોક્ટરોને ભોજન વ્યવસ્થા તથા આવનાર પેશન્ટને ચા નાસ્તાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યારે આ સર્વ રોગ નિદાન કેમ્પમાં નર્સિંગ સ્ટાફ દ્વારા પણ મદદરૂપ થઈ હતી આ કેમ્પમાં 140 થી વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને દવા કરાવી હતી આ રીતે સિંગવડ ગ્રામ પંચાયત ખાતે સર્વરોગિદાન કેમ્પ યોજી ગરીબ લોકોને બહુ ઉપયોગી થયો હતો