
ઇલ્યાસ શેખ સંતરામપુર
સંતરામપુર તાલુકાના ટીમલા ગામે સરકારી આંગણવાડી કેન્દ્રમાં તોડફોડ…
સંતરામપુર તા.01
સંતરામપુર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ટીમલા ગામે સરકારી મિલકતને નુકસાન પહોંચાડતા સરપંચ કે પોલીસ ફરિયાદ આપી હતી.
સંતરામપુર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત ટીમલા ગામે આંગણવાડી કેન્દ્રનું મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.અને ટૂંક સમયમાં પૂર્ણ થવાના આરે હતું.ત્યારે આંગણવાડી મકાનમાં ભોય તળિયે ટાઈલ્સ ફિટિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી.અને ફીટીંગ કર્યા પછી તેને ગામના રહેવાસી ટીમલા ગામના મંગાભાઈ ખુમાભાઇ ડામોરે તેને તોડફોડ કરી નાખી હતી.અને ટાઈલ્સો ઉખાડીને બહાર ફેંકી દેવામાં આવેલી હતી.આ રીતે સરકારી મિલકતને નુકસાન પહોંચાડતાં ટીમલા ગ્રામ શાયદના સરપંચ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપેલી હતી.વારંવાર મંગળા ભાઈ પંચાયતમાં અને સરકારી કામો કરતા હોય તો વારંવાર નડતરરૂપ કરીને પંચાયતના વિકાસના કામો કરવા દેતા નથી.આ રીતે સરપંચે લેખિતમાં જણાવ્યું હતું અને ખોટી રીતે માનસિક ત્રાસ પણ આપે છે આંગણવાડી કેન્દ્ર પર ટાઇલ્સ ઉખાડી નાખીને અને ફરી બેસાડવા માટે સરપંચ ફરી તને ટાઈલ્સો બેસાડવા માટ નો વારો આવેલો છે સરકારી નુકસાન પહોંચાડતા સરપંચે ફરિયાદ નોંધાવી હતી.