
રાજેન્દ્ર શર્મા :- દાહોદ
પંડિત દીનદયાલ સભાખંડ ખાતે દાહોદ જિલ્લા ભારતીય પત્રકાર સંઘ (AIJ) દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
કલેક્ટરશ્રી ડો.હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી, જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર તેમજ ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ પ્રમુખ ચોથિયા, પ્રકાશ પટેલ તેમજ ઈમરાન ભાઈ ની પ્રેરક ઉપસ્થિતિમાં મિલન કાર્યક્રમ યોજાયો
ભારતીય પત્રકાર સંઘ (AIJ) દેશના 22 રાજ્યોમાં 460 ઉપરાંત જિલ્લાઓમાં 72,000 પત્રકારોનું વટવૃક્ષ…
દાહોદ, તા. ૧ :
પંડિત દીનદયાલ સભાખંડ ખાતે દાહોદ જિલ્લા ભારતીય પત્રકાર સંઘ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી, જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર તેમજ ભારતીય પત્રકાર સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી મહોમ્મંદ હનીફ ચોથીઆ સહિતના મહાનુભાવો તેમજ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું કે, ‘સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે પત્રકારની ભૂમિકા ઘણી મહત્વની છે. પત્રકારો લોકપ્રશ્નોને વાચા આપે છે. વહીવટી તંત્ર દ્વારા પણ આ સમસ્યાઓના સત્વરે નિકાલ માટે જરૂરી પગલા લેવામાં આવે છે.’ તેમણે જિલ્લાના પત્રકારોની સહકાર સાથે કામ કરવાની ભાવનાને બિરદાવી હતી.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ જિલ્લાના પત્રકારોની સકારાત્મક ભૂમિકા વિશે વાત કરી હતી અને તંત્રની કામગીરીમાં સહકાર આપવા માટે ધન્યવાદ પાઠવ્યા હતા.
આ વેળાએ જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરે આદ્યુનિક સમય અને ટેકનોલોજી સાથે જવાબદાર પત્રકારત્વ વિશે વાત કરી હતી.
ભારતીય પત્રકાર સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી મહોમ્મંદ હનીફ ચોથીઆએ પત્રકાર સંઘની કામગીરી વિશે વાત કરી હતી.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન દાહોદ જિલ્લા એઆઇજે પ્રમુખ ડો. ભૂપેન્દ્ર ચૌધરીએ કર્યું હતું અને ભારતીય પત્રકાર સંઘનો પરિચય આપ્યો હતો. તેમજ મંચ સંચાલન શ્રી ઇરફાન મલેકે કર્યું હતું.
આ વેળાએ એઆઇજે પ્રદેશ પ્રમુખ શ્રી વિનોદ પંચાલ, જિલ્લા સંઘના વિવિધ હોદ્દેદારો તેમજ સોથી પણ વધુ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય પત્રકાર સંઘ (AIJ ) ના રાષ્ટ્રીય પ્રમુખ વિક્રમસેનના અથાક પરિશ્રમ થકી 22 રાજ્યોમાં 460 જિલ્લાઓમાં 72,000 કરતા વધારે પત્રકારોનો રાષ્ટ્રીય પરિવાર છે.