Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત:એક ઈજાગ્રસ્ત…

April 1, 2022
        2340
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત:એક ઈજાગ્રસ્ત…

સુમિત વણઝારા

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત:એક ઈજાગ્રસ્ત…

 

દાહોદ તા.01

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત અને પૂરઝડપના કારણે તત્રણ જુદી-જુદી જગ્યાએ સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવોમાં ત્રણ ઈસમોના કાળનો કોળીયો બન્યા છે.જયારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચયાનું જાણવા મળેલ છે.

 માર્ગ અકસ્માતનો પહેલો બનાવ દાહોદ તાલુકાના કતવારા નજીક આગાવાડા ગામે બનવા પામ્યો હતો.જેમાં મધ્યપ્રદેશ ઝાબુઆ જિલ્લાના રાણાપુર ગામના નરેશભાઈ રામસીંગ રાઠોડ પોતાની કબ્જા હેઠળની MP-45-MN-9830 નંબરની મોટર સાઇક્લ પર તેમના જ ગામના 25 વર્ષીય દિનેશભાઇ સતરાભાઈ સિંગાડ ને બેસાડી દાહોદ તરફ આવી રહ્યા હતા તે સમયે રસ્તામાં આગાવાડા ગામે પૂર ઝડપે આવતી બાઇકે બમ્પ કુદાવતા બાઈક સ્લીપ ખાઈ જતા બાઈક પર બેસેલા દિનેશભાઇ સિંગાડને જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું

આ બનાવ સંદર્ભે ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાના હરીશભાઈ રામસીંગભાઈ રાઠોડે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે માર્ગ અકસ્માત અંગે નો ગુનો દાખલ કર્યો હતો.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ગરબાડા તાલુકાના પાટિયાઝોલ ગામે બનવા પામ્યો હતો.જેમાં GJ-11-PP-6008 નંબરના મીની લક્ઝરી ગાડીના ચાલકે કમલેશભાઈ રમણભાઈ બિલવાલ તેમજ વિજય બારસીગ ભાઈને ટક્કત મારતા વિજય બારસીંગભાઈ ને શરીરે ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું.ત્યારે ઈજાગ્રસ્ત રમણભાઈ બીલવાલને સારવાર અર્થે દવાખાને મોકલ્યો હતો.ઉપરોક્ત બનાવ સંદર્ભે ગરબાડા બિલવાલ ફળિયાના કમલેશ રમણ બિલવાલે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ગરબાડા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

જયારે માર્ગ અકસ્માતનો ત્રીજો બનાવ દેવગઢ બારીયા તાલુકાના કોળીના પુવાડા ગામે બનવા પામ્યો હતો.જેમાં દુખલી ગામના ઘાટી ફળિયાના 55 વર્ષીય બળવંત ફુલાભાઇ પટેલને વગરના નંબરના સ્વરાજ ટ્રેક્ટરે જોશભેર ટક્કર મારતા તેઓના શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે દુખલી ઘાટી ફળિયાના રહેવાસી નરેશ બળવંત પટેલે બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા બારીયા પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!