Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુરમાં વનવિભાગ દ્વારા દવ સંરક્ષણ અંગેની માહિતી તથા તાલીમ યોજાઈ..

March 16, 2022
        1652
સંતરામપુરમાં વનવિભાગ દ્વારા દવ સંરક્ષણ અંગેની માહિતી તથા તાલીમ યોજાઈ..

ઈલ્યાસ શેખ- સંતરામપુર

સંતરામપુરમાં વનવિભાગ દ્વારા દવ સંરક્ષણ અંગેની માહિતી તથા તાલીમ યોજાઈ..

 

સંતરામપુર તા.16

મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષક શ્રી મહીસાગરના અધ્યક્ષપણા હેઠળ સંતરામપુર પશ્ચિમ રેન્જના વાંકા નાળા રેસ્ટ હાઉસ ખાતે દવ સંરક્ષણ અંગેની માહિતી તથા તાલીમ નુ આયોજન કરવામાં આવેલ હતું.જેમાં સંતરામપુર સબ ડિવિઝનની સંતરામપુર પશ્ચિમ, સંતરામપુર પૂર્વ,મુનપુર,ડીટવાસ રેન્જમાં આવેલ ૧૫૬ સહભાગી વન વ્યવસ્થા મંડળી ના પ્રમુખ અને મંત્રીને આમંત્રણ આપી તેમજ એન.જી.યો સભ્યો તથા આઈ.એમ.તાવિયાડ પ.વ.અ.શ્રી સંતરામપુર પશ્ચિમ રેન્જ,જે.કે.સોલંકી.પ.વ.અ.શ્રી સંતરામપુર પૂર્વ રેન્જ, તેમજ મુનપુર અને ડીટવાસ રેન્જ ના પ.વ.અ.શ્રી આ તમામ ફિલ્ડ સ્ટાફ સાથે રહી સદર તાલીમનુ આયોજન કરવામાં આવેલ હતું જેમાં શ્રી નિવીલકુમાર ચૌધરી ના.વ.સં શ્રી મહીસાગર તથા આર.બી.પટેલ મ.વ.સં.શ્રી મહીસાગર-૨ ધ્વારા દવ સંરક્ષણ અંગેની માહિતી આપતાં લોક સહકાર ધ્વારા જંગલ નો વિકાસ કરી શકાય અને પર્યાવરણ નું જતન કરી શકાય અને વન મંડળી ઓને સક્ષમ બનાવવા ના પ્રયોજન વ્યકત કરેલ હતા. સાથે-સાથે વન મંડળી પ્રમુખ શ્રી ઓ ધ્વારા પણ દવ સંરક્ષણ અંગેની માહિતી આપતાં કેટલાક મંતવ્યો રજૂ કરેલા હતા આમ એક દવ સંરક્ષણ વિશે સુંદર પરીસંવાદ કરવામાં આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!