Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુરમાં પંચમહાલ ડીસ્ટ્રીક બેંક ચાલુ થતા તેમ છતાંય સંતરામપુરની ત્રણ સોસાયટીઓ હજુ સુધી કાર્યરત નહિ કરાતા ખાતેદારોમાં રોષ..!!

March 15, 2022
        399
સંતરામપુરમાં પંચમહાલ ડીસ્ટ્રીક બેંક ચાલુ થતા તેમ છતાંય સંતરામપુરની ત્રણ સોસાયટીઓ હજુ સુધી કાર્યરત નહિ કરાતા ખાતેદારોમાં રોષ..!!

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુરમાં પંચમહાલ ડીસ્ટ્રીક બેંક ચાલુ થતા તેમ છતાંય સંતરામપુરની ત્રણ સોસાયટીઓ હજુ સુધી કાર્યરત નહિ કરાતા ખાતેદારોમાં રોષ..!!

સંતરામપુર તા.15

 સંતરામપુર નગરમાં આશરે 2001માં પંચમહાલ ડીસ્ટ્રીક બેંક ગેર વહીવટીના કારણે બંધ થઈ ગઈ હતી. જેના કારણે સંતરામપુરની સર્વોદય સોસાયટી વર્ધમાન સોસાયટી અને દશા પોરવાડ સોસાયટીઓ આ પંચમહાલ ડીસ્ટ્રીક બેંકના કારણે અને અન્ય સોસાયટી અને બેંકના પંચમહાલ ડીસ્ટ્રીક બેંકમાં સલવાઈ ગયા હતા.એના કારણે આ સોસાયટીના પણ બંધ થઈ ગઈ હતી. પરંતુ 2011 ના રોજ આશરે આ

સંતરામપુરમાં પંચમહાલ ડીસ્ટ્રીક બેંક ચાલુ થતા તેમ છતાંય સંતરામપુરની ત્રણ સોસાયટીઓ હજુ સુધી કાર્યરત નહિ કરાતા ખાતેદારોમાં રોષ..!!

પંચમહાલ ડીસ્ટ્રીક બેંક ફરી કાર્યરત થઈ ગઈ અને સંતરામપુરની અર્બન બેંક અને તમામ સોસાયટીઓની રકમની ચુકવણી કરી દેવામાં આવેલી હતી. પંચમહાલ ડીસ્ટ્રીક બેંક કાર્યરત થયા આશરે 11 વર્ષ થઇ ગયા છે અને પોતાનો નવું બિલ્ડીંગ ઉભો કર્યો છે.અને રાબેતા મુજબ ચાલુ રહેલી છે.પરંતુ સંતરામપુર ની ત્રણ સોસાયટીઓ સર્વોદય કો ક્રેડિટ સોસાયટી દશા પુરવાર ક્રેડિટ સોસાયટી અને વર્તમાન કો ક્રેડિટ સોસાયટી તમામના ડિરેક્ટરનો અને કર્મચારીનો ગેર વહીવટના કારણે હજુ સુધી સોસાયટીઓ પૂર્ણ શરૂ કરવામાં આવેલી નથી.અરે સંતરામપુરના મધ્યમ વર્ગનાં આ ત્રણ સોસાયટીમાં મધ્યમ વર્ગના હજુ સુધી નાણા પરત કરવામાં આવેલા નથી. આ ત્રણેય સોસાયટીમાં મધ્યમ વર્ગના ગરીબ ખાતેદારોના રૂપિયા ઓ હજુ ચુકવવામાં આવેલા નથી.અને પંચમહાલ ડીસ્ટ્રીક બેંક આ સોસાયટીની રકમ ચૂકવ્યા પછી પણ કેમ ચાલુ નથી કરતા..? નગરમાં એક ચર્ચાનો વિષય બન્યો છે.વર્ષો જૂની વિશ્વાસુ આ ત્રણ સંસ્થાઓ બંધ હોવાના કારણે નગરમાં સ્થાનિક લોકોમાં અને ખાતેદારો માં ભારે આકરો જોડાયેલો છે કયા કારણથી આ સોસાયટી શરૂ કરવામાં આવતી નથી આ કેમ બંધ રાખવામાં આવેલી છે જો પંચમહાલ ડીસ્ટ્રીક બેંક ફરી શરૂ થતી હોય તો સ્થાનિક સંસ્થાઓ કેમ શરૂ થતી નથી તેનો તપાસનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!