Sunday, 08/09/2024
Dark Mode

સંતરામપુરમાં આઠ વર્ષ અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા 300 મકાનો લઘુશંકા તેમજ અસામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યા..!!

March 12, 2022
        1108
સંતરામપુરમાં આઠ વર્ષ અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા 300 મકાનો લઘુશંકા તેમજ અસામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યા..!!

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુરમાં આઠ વર્ષ અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા મકાનો લઘુશંકાના સ્થળ બન્યા..

મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા 300 મકાનો અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા હોવાની ચર્ચાઓ 

 બિનવારસી પડેલા આવાસોમાં વાલ્મિકી વાસ આસપાસના સ્થાનિકો લઘુશંકાના કેન્દ્ર બન્યા:

સંતરામપુર તા.12

સંતરામપુરમાં આઠ વર્ષ અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત બનેલા 300 મકાનો લઘુશંકા તેમજ અસામાજિક પ્રવૃત્તિનું કેન્દ્ર બન્યા..!!

 

 

સંતરામપુર નગરપાલિકા દ્વારા આશરે આઠ વર્ષ અગાઉ મુખ્યમંત્રી આવાસ યોજનાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી.પરંતુ વિવાદિત પ્રશ્નો ઉભો થવાના કારણે આ કામગીરી અધૂરી અને ખોરંભે જોવાઈ રહી હતી.આ આવાસોની અંદર વાલ્મીકિ વાસના અને આજુબાજુના રહીશો તેનો ઉપયોગ લઘુશંકા જવા માટે કરતાં હોય છે.સરકારે આની પાછળ બે કરોડ રૂપિયા આશરે ખર્ચી નાખ્યા પરંતુ આ આવાસોની અંદર બનાવેલા અલગ અલગ રૂમોમાં આસપાસના સ્થાનિક રહીશો પોતાના શૌચાલયના જવાના બદલે આવો ની અંદર લઘુશંકા કરતા હોય છે.દિવસ અને રાત્રિ સમયે પણ તેનો આ રીતે ઉપયોગ કરવામાં આવે છે.આશરે 300 ઉપર બનાવેલા આ આવાસો અલગ અલગ રૂમમાં બગાડ કરી મૂકેલો છે અને કેટલીક વાર બિનવારસી પડેલા આવાસોમાં ગેરકાયદેસર  અસામાજિક પ્રવૃત્તિ રાત-દિવસ ચાલતી હોય છે.સરકારના આવાસો પાછળ બે કરોડ રૂપિયા સલવાયા પરંતુ યોજનાનો લાભ મળ્યો નહીં ત્યાંના સ્થાનિક રહીશો લઘુશંકા કરવા જવા માટે ટેવાઈ ગયેલા છે.મકાનોની કામગીરી બંધ પડી છે.ત્યાંથી દરેક આવાસ ની અલગ અલગ રૂમની અંદર આ રીતે બગાડી મૂકેલો છે.અને અંદરની ભાગે ચારે બાજુ દીવાલો તોડીને નુકસાન કર્યું છે.નગરપાલિકા કામગીરી બંધ કર્યા પછી તેની સામે હજી સુધી નજર પણ નથી કરી.નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આજે બનાવેલા આવાસોની લઘુશંકા કરવા માટેનું સોચાલય બની ગયું છે. શું આની પાછળ કોણ જવાબદાર છે તે પ્રશ્નો ઉભો થયેલો છે સ્થાનિક રહીશોનું વાલ્મીકિ વાસમાં દરેકના ઘરે સોચાલય હોવા છતાંય ઇરાદાપૂર્વક આવાસોની અંદર જઈને લઘુશંકા કરી બગાડ કરી મૂકેલો છે પરંતુ નગરપાલિકા કેમ ચૂપ છે. એક તપાસનો ગંભીર વિષય બની જવા પામેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!