રિપોર્ટર :- રાજેશ વસાવે /ઇલ્યાસ શેખ
લુણાવાડા-સંતરામપુર વચ્ચે ગોધર પાસેની ઘટના:પૈસાની લાલચમાં વેરી બનેલા મિત્રે તેના અન્ય બે સગીરતોની મદદથી ખેલ્યો ખૂની ખેલ..
બાલાસિનોર icici બેંકમાંથી 1.17 કરોડ લઈને આવતા બ્રાન્ચ મેનેજરની તેના જ મિત્રે માથામાં ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો..
કડાણા-દીવડા કોલોની રોડ પર ઘાસપુરા જંગલ વિસ્તારમાંથી બ્રાન્ચ મેનેજરનો મૃતદેહ કબ્જે લીધો..
બેંક મેનેજરની ક્રેટા ગાડી સળગાવી,ટંક્ર બોક્સમાંથી સવા કરોડ ગાયબ કર્યા:કડાણા-દીવડા કોલોની રોડ પર ઘાસપુરા જંગલ વિસ્તારમાંથી મૃતદેહ મળ્યો..
મહીસાગર પોલીસે આરોપી હર્ષિલ પટેલ પાસેથી 1.17 કરોડ રિકવર કર્યા:પરિવારજનોમાં માતમ,બેંકના સહકર્મીઓ શોકમાં ગરકાવ…
દાહોદ /સંતરામપુર તા.05
પૈસાની લાલચમાં શોર્ટકટ અપનાવી રાતોરાત કરોડપતિ બનવાના સપના સેવનાર સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામના હર્ષિલ પટેલ સહીતના ત્રણ ઈસમોએ તેના જ મિત્ર કહેવાતા અને બાલાસિનોર ખાતે icici બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે કામ કરતા દાહોદના વિશાલ પાટીલની માથામાં ગોળી મારી હત્યા કર્યા બાદ પોલીસને અવળે પાટે ચડાવવા માટે બેંક મેનેજરની કારને સળગાવી લૂંટ વિથ મર્ડરના ખેલાયલા ખૂની ખેલમાં વિશાલ પાટીલની હત્યા કર્યા બાદ તેની લાશને કડાણા દીવડા કોલોની જતા રસ્તામાં ઘાસપુરા ગામે બળીયાદેવની ખાડી કહેવાતા જંગલ વિસ્તારમાં ફેકી કશું બન્યું જ ન હોય તે રીતે વર્તન કરી મૃતકના પરિવારજનો જોડે શોધખોળમાં જોતરાવવાનો ડોળ કરી વિશાલ પાટીલ મિસિંગ થયાની કમ્પ્લેન પોલીસ મથકે લઈ જનાર ગોઠીબ ગામનો હર્ષિલ પટેલ જ પોલીસ તપાસમાં હત્યારો નીકળતા સમગ્ર પંથકમાં ચકચાર નથી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના ગોધરા રોડ ખાતે રહેતા અને બાલાસિનોર icici બેંક માં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા વિશાલ પાટીલ ગત્રોજ બપોરના 1:30 વાગ્યાના સમારે બેંકના ટંક્ર બોક્સમાં એક કરોડ 17 લાખ 68 હજારની રોકડ રકમ લઈ દાહોદની બેંકમાં જમા કરાવવા નીકળ્યા હતા અને રસ્તામાં તેમનો પુત્ર લુણાવાડા ખાતે અભ્યાસ કરતો હોય વિશાલ પાટીલ તેના પુત્રને મળી દાહોદ આવવા નીકળ્યો હતો.આ દરમિયાન બ્રાન્ચ મેનેજર વિશાલ પટેલ પોતાની સાથે બેંકની મોટી રકમ લઈને દાહોદ જઈ રહ્યા હોવાની માહિતી બાલાસિનોર icici બેંકમાં ખાતું ધરાવતા અને વિશાલ પાટીલ જોડે મિત્રતા કેળવનાર સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામનો ભેજાબાજ હર્ષિલ પટેલના શેતાની મગજમાં શોર્ટકટ અપનાવી રાતોરાત કરોડપતિ બનવાનો કીડો સળવળયો હતો.અને તેને અન્ય બે સાગીરતોની મદદથી મિત્રતા અને માનવતાને તાક પર મૂકી રસ્તામાં વિશાલ પાટીલનો કોન્ટેક કરી મુલાકાત કરી હતી અને તક મળતા જ પોતાનું પોત પ્રકાશ્યું હતું.અને હર્ષિલ પટેલે તેની પાસે સંતાડેલી બંદૂકના ભડાકે બ્રાન્ચ મેનેજર વિશાલ પાટીલના માથામાં
ગોળી ધરબી મોતને ઘાટ ઉતારી લૂંટ વિથ મર્ડરને અંજામ દીધો હતો.જોકે ઘટના સ્થળથી તેનું ગામ નજીક જ હોય ગાડીમાંથી બેંકના રોકડ રકમ સગેવગે કરી સમગ્ર બનાવમાં પોલીસને અવળે પાટે ચડાવવા સમાજ સમગ્ર લૂટ વિથ મર્ડરના બનાવમાં વિશાલ પાટીલની hyundai ક્રેટા કારને આગને હવાલે કરી મરણ જનાર વિશાલ પાટીલની લાશને કડાણા થી દીવડા કોલોની જતા ઘાસપુરા જંગલ વિસ્તાર
બળીયાદેવની ખાડીમાં ફેકી કશું બન્યું જ ના હોય તેમ બિન્દાસ થઈ ગયો હતો.આ દરમિયાન વિશાલ પાટીલ મિસિંગ થતા તેમના પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.અને લોકેશનના અંતે મૃતકના પરિવારજનોએ હત્યારા હર્ષિલ પટેલને શોધખોળ માટે ફોન કરતા હત્યારાના વિસ્તારમાંથી જ ક્રેટા કાર સળગેલી હાલતમાં મળતા શોધખોળ અંગેનો ડોળ કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.જોકે ધીમે ધીમે સમગ્ર બનાવમાં મોટી રકમ ગુમ થતા તેમજ બેંક મેનેજર લાપતા તથા તેની ગાડી બળેલી હાલતમાં મળી આવતા કંઈક અજુગતું બન્યું હોવાનું પારખી ગયેલા મહીસાગર પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં એલસીબી એસઓજી સહિતની ટીમો કામે લાગી હતી. અને પહેલેથી જ શંકાસ્પદ ગણાતા હર્ષિલ પટેલની પોલીસે અટકાયત કરી ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.જે બાદ પોલીસે હત્યારા હર્ષિલ પટેલના જણાવ્યા અનુસાર મરણ જનાર વિશાલ પાટીલની લાશને શોધી સમગ્ર બનાવમાં ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી હતી. બીજી તરફ વિશાલ પાટીલ મરણ પામેલા હોવાના સમાચાર તેમના પરિવારજનો તેમજ બેંકના સહકર્મીઓને થતા તેઓ શોકમાં ગરકાવ થઈ ગયા હતા.હાલ પોલીસે હર્ષિલ પટેલની અટકાયત કરી તેની પાસેથી creta કારમાંથી સગેવગે કરેલા 1,17,76,000 ની પૂરેપૂરી રકમ રિકવર કરી હત્યામાં વપરાયેલ બંદૂક ક્યાંથી લાવ્યો હતો. ગાડી કેવી રીતે અને કોની મદદથી સળગાવી હતી તેમજ આ સમગ્ર બનાવમાં અને કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગેની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.