ઈલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પાલિકા દ્વારા વાવાઝોડાને લઈને સાવચેતી માટે નગરમાંથી 500 ઉપરાંત હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા..
સંતરામપુર તા.૧૫
વાવાઝોડાની આગાહીને લઈને સંતરામપુર નગરમાં સાવચેતી માટે અને કોઈ જાનહાની કે નુકસાન ના થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા નગરમાં વેપારીઓ અને માર્કેટિંગ ના અલગ અલગ પ્રકારના નગરના દરેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા હતા જે પાલિકા દ્વારા સવારથી જ આ તમામ હોર્ડિંગ્સ કાઢી લેવામાં આવેલા હતા અને જણાવેલું હતું કે હાલ પૂરતા કોઈપણ વ્યક્તિએ કે વેપારીએ વાવાઝોડાને લઈને સાવચેતી માટે કોઈએ હોર્ડિંગ લગાવવાના નથી અને જે બાકી રહી ગયેલા છે જે પોતાની રીતે ઉતારી લેવાની સૂચના આપી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર દીપ સિંહ હઠીલા જણાવેલું કે વાવાઝોડાની સાવચેતી માટે કોઈપણ પ્રકારની જોખમી કારક વસ્તુ બહાર લટકાવી નહીં અને કોઈ પણ પ્રકારની વસ્તુ તમને ધ્યાનમાં આવે જે કોઈને નુકસાન થઈ શકે છે તો તાત્કાલિક અમને પાલિકાની તમે જાણ પણ કરી શકો છો આ રીતે પાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ ટીમ કામે લાગી ગઈ હતી નગરના ગોધરા ભાગોળ મોટા બજાર પ્રતાપુરા ટાવર રોડ લુણાવાડા રોડ દરેક વિસ્તારોમાંથી ચીફ ઓફિસર જાતે વિઝીટ કરીને હોર્ડિંગ હટાવી લેવામાં આવેલા હતા.