Wednesday, 11/12/2024
Dark Mode

વિધાનસભા ઉમેદવારનો પુત્ર PVC પાઈપોની ચોરીમાં પકડાયો…સંતરામપુર બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા AAP ના ઉમેદવારનો પુત્ર PVCની પાઈપોની ચોરીમાં પકડાયો.

April 8, 2023
        2094
વિધાનસભા ઉમેદવારનો પુત્ર PVC પાઈપોની ચોરીમાં પકડાયો…સંતરામપુર બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા AAP ના ઉમેદવારનો પુત્ર PVCની પાઈપોની ચોરીમાં પકડાયો.

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

વિધાનસભા ઉમેદવારનો પુત્ર PVC પાઈપોની ચોરીમાં પકડાયો…

સંતરામપુર બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા AAP ના ઉમેદવારનો પુત્ર PVCની પાઈપોની ચોરીમાં પકડાયો.

સંતરામપુર તા.08

વિધાનસભા ઉમેદવારનો પુત્ર PVC પાઈપોની ચોરીમાં પકડાયો...સંતરામપુર બેઠક પર વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેલા AAP ના ઉમેદવારનો પુત્ર PVCની પાઈપોની ચોરીમાં પકડાયો.

 

મહિસાગર જિલ્લા સંતરામપુર વિધાનસભા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂકેલા નેતાનો પુત્ર પાઇપ ચોરીના ગુન્હામાં પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવતા રાજકીય ક્ષેત્રે ચકચાર મચી ગઈ છે. સંતરામપુર તાલુકાના શીર ગામે ખુલ્લી જમીનમાં મુકેલી પીવીસી પાઈપોની ચોરી અંગે પોલીસ ફરિયાદ થઈ હતી. આ પાઇપ ચોરીમાં ‘આપ’ પાર્ટીના સંતરામપુર વિધાનસભાની ચૂંટણીમાં ઊભા રહેલા ઊમેદવાર પર્વત વાગડીયાના પુત્ર મહેશ વાગડીયાની સંડોવણી બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે. કડાણા તાલુકાના વાગડીયાની અંધારી ગામમાં રહેતા આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર મહેશ પર્વત વાગડીયા અને સુરમા ઉર્ફે મસો હીરા વાગડીયાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે

શું હતો બનાવ

સંતરામપુર તાલુકાના શીર ગામે સરપંચના ધરની બાજુની પોતાની માલિકીની ખુલ્લી જમીનમાં સરકાર દ્વારા કડાણા ભાગ. 2 ફળીયા કનેકટીવીટી યોજના હેઠળની પીવીસી પાઈપોનો જથ્થો સ્ટોક કરી મુકેલો હતો. હોળી અને ધૂળેટીનાં ઉત્સવો દરમ્યાન કામગીરી બંધ રહી, તે દરમયાન અંદાજીત કિંમત રુપિયા 27 લાખની પીવીસી પાઈપો કોઈક ચોરી કરીને તસકરો ફરાર થઈ ગયા હતા.

પાઇપ ચોરીના બનાવ અંગે કોન્ટ્રાકટર મનીષ પટેલ દ્વારા સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરીને પોલીસે ગુનાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આ ચોરીની પાઇપો પૈકીની કેટલીક પાઈપો આઈશર ટેમ્પા દ્વારા સંતરામપુર બાયપાસ રોડ પાસે પાલખી હોટલ નજીક ખાલી કરી અને તેમજ સીસીટીવ કેમેરામાં આ આઇશર ટેમ્પો જોવા મળ્યો હતો. આ પીવીસી પાઈપોની ચોરીની ધટનામાં પોલીસે ટેકટરની ટ્રોલીમાં પાઈપો લઈ જવામાં આવતી હોવાની શંકા જતાં આ બંને ટેકટરો રોકી તપાસ કરતાં ચોરાયેલી પીવીસી પાઈપનો મુદ્દામાલ અને ટેકટરમાં લઇ જવામાં આવતી પીવીસી પાઈપો એક જ બેચ નંબર વાળી જ પાઈપો જણાઇ આવતા પોલીસે પીવીસી પાઈપો ભરેલા બંન્ને ટેક્ટર ટ્રોલીને કબજે લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

2 દિવસના રિમાન્ડ 

તપાસ દરમ્યાન પોલીસે આ ગુનાના આરોપીઓ મહેશ પર્વત વાગડીયા કે જે આમ આદમી પાર્ટીના નેતાના પુત્ર છે અને બીજા આરોપી સુરમા ઉર્ફે મસો હીરા વાગડીયા રહે વાગડીયાની અંધારી ની અટક કરેલ અને આરોપી ધનિષ્ઠ પુછપરછ કરતાં આ આરોપીઓએ ગુન્હો કબુલીને હકીકત જણાવતાં પોલીસે આ ગુન્હામાં અન્ય આરોપીઓની સંડોવણી હોઈ શકે છે. તેમને પકડવાના છે તેમજ કેટલોક ચોરાયેલો મુદ્દામાલ કબજે કરવાનો બાકી છે. જેના આધારે આ બંન્ને આરોપીઓને સંતરામપુર કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં આરોપીઓના પોલીસ રિમાન્ડની માંગણી કરતા કોર્ટ આરોપીઓના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે 27 લાખની પીવીસી પાઈપોની ચોરની ધટનામાં અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!