ઇલ્યાસ શેખ :- સંતરામપુર
કમોસમી માવઠાની અસર…સંતરામપુર તાલુકાના 80 ગામોમાં 300 ખેડૂતોએ 15 દિવસ અગાઉ રવિ પાકની કાપણીની કામગીરી હાથ ધરી…
સંતરામપુર તા.13
માવઠું અને વાવાઝોડું ની આગાહીને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા જ્યારે સંતરામપુર તાલુકામાં સૌથી રોકડીયો પાક ગણાતો હોય તો અને ખેડૂતો માટે ખાસ કરીને શિયાળા પાકમાં ઘઉં અને ચણા જે સૌથી મોટો ખેડૂતો માટે કમાણી અને રોકડીયો પાક ગણાતો હોય છે માવઠાની આગાહી જણાતા પાકને નુકસાન ના થાય તે માટે ખેડૂતો છે અસર મૂકીને સમય પહેલા અને 15 દિવસ અગાઉ આ વખતે ઘઉં અને ચણા ખેતરમાંથી કાપડી કરવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરી હતી જેમાં સંતરામપુર તાલુકાના ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ચારે બાજુ ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે સરસણ ગોઠવી હીરાપુર બટકવાડા ભાણા સીમલ ખેડાભા 80 ઉપરાંત ગામો અને 300 ખેડૂતોએ સમય પહેલા જ પોતાને પાકને બચાવવા માટે કાપડી શરૂ કરી આ વખતે ખેડૂતોની રવિ પાકમાં સારો ઉતારો જોવા મળી રહ્યો છે પરંતુ ચોમાસુ પાકમાં ડાંગર અને મકાઈમાં સમયસર વરસાદ થવાને ના કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં 50% જ ઉતારો જોવા મળી આવતો હોય છે તે માટે શિયાળુ પાક માટે સો ટકા ઉતારો મળતો હોય છે તે માટે ખેડૂતો ઘઉં અને ચણા કાપણી કરીને અનાજ તૈયાર કરી અલગ અલગ કોઠીમાં અને કટ્ટા બનાવીને અનાજનો સંગ્રહ કરતા હોય છે..