ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર પ્રતાપુરા વિસ્તારમાં પુરવઠા અને પાલિકાની મેન પાણીની પાઇપ ફાટી જતા પાણીનો બગાડ..
નજીકની સોસાયટીને પાંચ દિવસથી પાણી ન મળ્યું..
સંતરામપુર તા.04
સંતરામપુર પરતાપૂરા વિસ્તારમાં સ્ટેટ વિભાગ દ્વારા પ્રતાપપુરા વિસ્તારમાં ડામર રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી જે દરમિયાનમાં રોડની બંને સાઈડોમાં ખોદકામ કરતી હતી જે દરમિયાનમાં પાણી પુરવઠા અને પાલિકાની બંને પાઇપલાઇનનો જેસીબી મારવાથી તૂટી ગયેલી હતી પરંતુ આજે સુધી મરામત કરવામાં ના આવેલી હતી જ્યારે આજે આ પાઇપ માંથી પાણી મારો સતત ચાલુ રહેવાના કારણે ખાડા ખોદેલો છેક સુધી પાણીથી ભરાઈ ગયો હતો અને ચારેય બાજુ પાણી ફરી વળતા અસંખ્ય પાણીનો બગાડ થવા પામેલો હતો તેની બાજુમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં જે નગરપાલિકા દ્વારા પાલિકા દ્વારા આપવામાં આવેલા કનેક્શન જેના થકી રહીશોને પાણી મળી રહેતું હતું પરંતુ પાઇપ ને નુકસાન થવાના કારણે પાંચ દિવસથી સોસાયટી વિસ્તારના રહીશોને પાણી પણ મળતું નથી આ પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી ઊંડો ખાડો ખોદવાની jcb દ્વારા સંપૂર્ણ પાણી સતત જમીનમાં ચુસાઈ ગયું હતું આશરે એક કિલોમીટરની અંતર આવા ખાડામાં અસંખ્ય પાણી ભરાઈ રહેવાના કારણે મોટાભાગનો પાણીનો બગાડ થવા જોવા મળી આવેલો હતો અવર નવર રસ્તાની કામગીરીમાં મોટાભાગની પાણીની પાઇપો કેબલ અને સૌથી વધારે નુકસાન થવા પામતું હોય છે.